________________
નાશ પામેલા છે. તેમાં ૧૫૦ જેવાં પ્રકરણો રહેલાં છે.
એ પ્રકરણ ગ્રંથોમાં મુખ્ય પ્રકરણો ચાર ગણાય છે. જેમાં જીવવિચાર, નવતત્ત્વ, દંડક તથા લઘુ સંગ્રહણી એ ચાર પ્રકરણોનો સમાવેશ થાય છે. ગજસાર મુનિકત દંડકપ્રકરણ ને અનુલક્ષીને આ ત્રીજા દંડક પ્રકરણને વિષે એની વિશેષ સમજૂતી આપવા જગતમાં રહેલા જીવોના ભેદો પાડીને સમજવા માટે નામ આપેલાં છે. એ ચોવીસે પ્રકારના દંડકવાળા જીવો જગતમાં શેના શેનાથી દંડાયા કરે છે. અને એ દંડથી છૂટવું હોય તો કઈ રીતે છૂટી શકાય એવું વિસ્તૃત જ્ઞાન દંડક વિવેચન નામના ગ્રંથમાં આપેલું છે.
જેનાથી જીવો દંડાય છે તેને ઓળખીને એનાથી સાવધ રહી સુખમાં લીન બન્યા વગર અને દુઃખમાં દીન થયા વગર પોતાનો જીવનકાળ પસાર કરે તો જીવને દંડાવાનું મટી જાય છે. અને જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને સંપૂર્ણ પેદા કરી શકે છે. આ માટે જ ચાર ગતિમાં જીવો શેના શેનાથી દંડાઈને દુઃખ પામી શકે છે અથવા પામે છે તે જણાવવાનો પ્રયાસ કરતાં એ દુઃખોથી છૂટે એવી ભાવના આ મહાપુરુષે વ્યક્ત કરી છે.
- પૂ. આચાર્ય વિજય નરવાહનસૂરિ એ દંડક વિવેચન નામના ગ્રંથમાં સૌથી પ્રથમ ચોવીસ દંડકના નામો સમજૂતી સાથે આપેલાં છે. ચાર ગતિમાં નરકગતિનો એક તિર્યંચગતિના નવ, મનુષ્યગતિનો એક અને દેવગતિના ૧૩ દંડકએ રીતે ૨૪ દંડક બતાવેલ છે.
ચોવીશ દંડકનાં નામો. (૧) નારકીનો એક દંડક :- આ દંડકમાં સાતેય નારકનો સમાવેશ થઈ જાય છે.
તિર્યંચગતિના ૯ દેડકો હોય છે. (૧) પૃથ્વીકાયનો દંડક :- પૃથ્વીરૂપે ઉત્પન્ન થયેલા જીવો કેવી રીતે દંડાય છે. શેનાથી
દંડ પામે છે. એનું વર્ણન પૃથ્વીકાય દંડકમાં છે. . (૨) અપાય દંડક :- જયાં પૃથ્વી હોય ત્યાં પાણી હોય જ એવો નિયમ નથી.
અપકાયનાં સ્થાનો જુદાં જુદાં હોય છે. આથી આ દંડક જુદો ગણ્યો છે.
૧૧૩