________________
(૩) સંઘયણકાર :
સંઘયણના બાંધાથી જીવમાં શક્તિ પેદા થાય છે. (૪) સંશા દ્વાર?
શરીરને સુખાકારી જે જે પદાર્થો જોઈતા હોય તે પદાર્થોની ઇચ્છાઓ અંતરમાં પેદા થયા કરે છે. તેને સંજ્ઞા કહેવાય છે. સંજ્ઞાઓના સંયમથી જીવને ઇન્દ્રિયોનો સંયમ થતાં અવિરતિનું જીવન ખટકે છે અને વિરતિવાળું જીવન ગમતું થાય છે. (૫) સંસ્થાન દ્વાર:
જગત આખુંય સદા માટે જીવ અને પુદ્ગલોથી ભરેલું છે. જગતમાં જેટલા જીવો છે એના કરતાં અનંતગણા અધિક પુદ્ગલો રહેલાં છે. આ અનંતા પુદ્ગલો કોઈને કોઈ આકૃતિવાળા હોય છે. એ પુદ્ગલોની આકૃતિને સંસ્થાન કહેવાય છે. પણ એનું અહિં વર્ણન કરવાનું નથી. પણ જીવો જ્યાં જ્યાં ઉત્પન્ન થઈ આહારનાં પુદ્ગલોને ગ્રહણ કરી, એ પુદ્ગલોને પરિણામ પમાડી શરીર રૂપે બનાવે છે તે આકૃતિને સંસ્થાન કહેવાય છે.
શ્રી તીર્થંકર પરમાત્માઓને અને ત્રેસઠ શાખા પુરુષોને અવશ્ય પહેલું સંસ્થાન હેય છે. (૬) કષાય દ્વારા
કષ = સંસાર અને આય = લાભ. જેનાથી જીવોને સંસારનો લાભ પ્રાપ્ત કરાવે તેને કષાય કહેવાય છે. અહિં કષાયોના ચોસઠ ભેદો પાડ્યા છે તે આ પ્રમાણે જાણવા
અનંતાનુબંધિ અનંતાનુબંધિ - ક્રોધ - માન - માયા - લોભ - ૪ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની - ક્રોધ - માન – માયા - લોભ - ૪ - અનંતાનુબંધી પ્રત્યાખ્યાની - ક્રોધ - માન - માયા - લોભ - ૪ અનંતાનુબંધી સંજવલન - ક્રોધ - માન – માયા - લોભ – ૪ અપ્રત્યાખ્યાની અનંતાનુબંધી - ક્રોધ - માન - માયા - લોભ - ૪ - અપ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની - ક્રોધ - માન - માયા - લોભ - ૪
૧૧૬