________________
૬૯મે બોલે છે. માટે, (૧૧) તેથી આઉકાયના વિશેષાહિયા ૭૦મે બોલે છે. માટે, તેથી (૧૨) વાઉકાયના વિશેષાહિયા ૭૧મે બોલે છે માટે, (૧૪) તેથી વનસ્પતિકાયના અનંતગણા. ૯મે બોલે છે (૮૯) વાટે વહેતા દ્વાર :
તેમાં એક ગતિમાંથી બીજી ગતિમાં જતાં જીવને શું શું હોય તેના બોલ બતાવ્યા છે.
આ રીતે દંડકાવ બોધમાં ઘણા થોકડાઓ સાથે લઈને લેખકે દંડકોની વિચારણા કરી છે. દંડક પ્રકરણ અને દંડકાવ બોધ ગ્રંથમાં અંતર
(૧) દંડક પ્રકરણમાં બતાવેલા ૨૪ દ્વારોનો દંડકાવબોધમાં સમાવેશ કર્યો છે. તે ઉપરાંત બીજા ૬૫ ધારો તેમાં ઉમેરીને તેની પણ સ્પષ્ટતાપૂર્વક વિવક્ષા કરી છે.
(૨) દંડક પ્રકરણ ગ્રંથમાં એકેંદ્રિય જીવોમાં એકેય સંઘયણ નથી એવું બતાવ્યું છે. દંડકાવબોધ ગ્રંથમાં એકેન્દ્રિયને સેવાર્ત (છેવટું) સંઘયણ બતાવેલ છે.
(૨) “દડક વિવેચન આ ગ્રંથની રચના શ્વેતા. મૂર્તિપૂજક સંઘના આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર શિષ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટ પ્રભાવક પ.પૂ.આચાર્ય વિજય નરવાહનસૂરિએ કરી છે. જેનું સંકલન પૂ. દર્શનશીલ વિજય મહારાજ સાહેબે કરી છે.
પ.પૂ.આચાર્ય વિજય નરવાહનસૂરિએ વિચાર્યું કે અર્ધમાગધી અને પ્રાકૃત-સંસ્કૃત ભણનારા ઓછા થવા માંડ્યા છે. આગમો ભણતા નથી. તો આગળના મહાત્માઓ અને શ્રાવકો શું કરશે ? એમ વિચારીને આગમ ગ્રંથો ઉપરથી એને અનુસરીને મહાપુરુષોએ પ્રકરણ ગ્રંથની રચના કરી છે.
એમાં હજારો પ્રકરણોની રચના થયેલી છે. તેમાંથી મોટા ભાગના પ્રકરણ ગ્રંથો
૧૧૨