________________
(૫૯) પદવી દ્વાર :
પદવી ૨૩ છે. તેનાં નામ (૧) તીર્થંકરની (૨) ચક્રવર્તીની (૩) વાસુદેવની (૪) બલદેવની (૫) કેવળીની (૬) સાધુની (૭) શ્રાવકની (૮) સમકિતીની અને (૯) માંડલિકની એ નવ મોટી પદવી છે. તેમાં ચૌદ રત્ન ચક્રવર્તીના ભેળવતાં ૨૩ પદવી થાય. તે ૧૪ રત્નના નામ (૧) સેનાપતિ રત્ન, (૨) ગાથાપતિ રત્ન, (૩) વાર્ષિક રત્ન, (૪) પુરોહિત રત્ન, (૫) સ્ત્રી રત્ન, (૬) હસ્તિ રત્ન, (૭) અશ્વરત્ન એ ૭. પંચેન્દ્રિય રત્ન છે તથા (૧) ચક્ર રત્ન (૨) ખડ્ઝ રત્ન (૩) છત્ર રત્ન (૪) ચર્મ રત્ન (૫) દંડ રત્ન (૬) મણિ રત્ન (૭) કાંગણિ રત્ન એ સાત એકેન્દ્રિય રત્ન છે.
નારકીનો ૧, દેવતાના ૧૩ અને ત્રણ વિકસેન્દ્રિય એ ૧૭ દંડકમાં તથા સુમુચ્છિત તિર્યંચ પંચેન્દ્રિય એટલામાં એક સમક્તિની પદવી લાભે. પૃથ્વીકાયના દંડકમાં ૭ પેદવી લાભે તે સાત એકેન્દ્રિય રત્ન લેવા. તિર્યંચ પંચેન્દ્રિયના દંડકમાં ચાર પદવી લાભે. (૧) સમકિતની, (૨) શ્રાવકની, (૩) અશ્વની, (૪) ગજની એ જ લાભે. મનુષ્યના દંડકમાં ૧૪ પદવી લાભે તે ૨૩માંથી ૭ એકેન્દ્રિય રત્ન, અને (૧) અશ્વ અને (૨) ગજની એ નવ વર્જવી. બાકી ૧૪ લાભે. પૃથ્વી વર્જીને શેષ ચાર સ્થાવરના દંડકમાં એકે પદવી લાભે નહીં. (૫૭) સમુદ્યાત દ્વારઃ
જેમાં સમ્ એટલે એકી ભાવથી, ઉર્દુ એટલે પ્રબલપણાથી ઉદીરણા કરીને. ઉદયાવલિકામાં નાંખીને શીધ્ર ભોગવીને, ઘાત એટલે ઘણા કર્મોનો ક્ષય કરે તેને સમુદ્દાત કહે છે. સમુદ્ધાત સાત છે. (૧) વેદના, (૨) કષાય, (૩) મરણ, (૪) વૈક્રિય, (૫) તૈજસ, (૬) આહારક અને (૭) કેવલી સમુદ્યાત
નારકી અને વાઉકાયના દંડકમાં પ્રથમના ચાર સમુદ્ધાત હોય છે. પૃથ્વી અપ, તેઉ. વનસ્પતિ અને ત્રણ વિકસેન્દ્રિય એ સાત દંડકમાં પ્રથમના ત્રણ સમુદ્યાત હોય છે. દેવના ૧૩ અને તિર્યંચ પંચેન્દ્રિયને એક, એ ૧૪ દંડકના પ્રથમના પાંચ સમુદ્યાત હેય છે. મનુષ્યના દંડકમાં સાતે સમુદ્યાત છે.
૧૦૫