________________
અન્ય ભાષ્યકાર :
વ્યવહા૨ ભાષ્યના પ્રણેતા અને બૃહત્કલ્પ ભાષ્યના પ્રણેતા છે પરંતુ જેમનું નામ
અજ્ઞાત છે.
(૧) વિશેષાવશ્યકભાષ્ય૪ :
વિશેષાવશ્યકભાષ્ય એક એવો ગ્રંથ છે કે જેમાં જૈન આગમોમાં વર્ણિત બધા મહત્ત્વપૂર્ણ વિષયોની ચર્ચા કરવામાં આવી છે. આ ગ્રંથ આવશ્યકસૂત્રની વ્યાખ્યારૂપ છે. તેમાં માત્ર પ્રથમ અધ્યયન અર્થાત્ સામાયિકથી સંબંધિત નિર્યુક્તિની ગાથાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. ભાષ્યકાર જિનભદ્રગણિએ ૨૬ દ્વા૨ોથી આવશ્યક અનુયોગનો વિચાર કર્યો છે.
(૧) ફળદ્વાર :
આવશ્યક અનુયોગનો અર્થ એ છે કે જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ હોય છે (૨) યોગદ્વાર :
પ્રથમ નમસ્કારનો અનુયોગ અને પછી આવશ્યકનો અનુયોગ કરવો ઉપયોગી છે. (૩) મંગલદ્વાર :
ભાષ્યકાર નંદીને મંગલ કહે છે. તેના મંગલની જેમ ચાર પ્રકાર બતાવે છે. તેમાં ભાવનંદી પાંચ જ્ઞાનરૂપ છે. તેમાં આભિનિબોધિક જ્ઞાનના ભેદ પ્રભેદો બતાવ્યા છે. અને સપદ પ્રરૂપણતા, દ્રવ્ય પ્રમાણતા આદિ ૯ દ્વારોનો વિચાર કર્યો છે. શ્રુતજ્ઞાનનો ૧૪ નિક્ષેપોથી વિચાર કર્યો છે. તેના ભેદો, પ્રભેદો પણ બતાવ્યા છે. અવધિજ્ઞાનનું વિવેચન વિસ્તારથી કર્યું છે અને ૧૪ પ્રકારના નિક્ષેપોથી વિસ્તૃત વિવેચન કર્યું છે. મનઃ પર્યવજ્ઞાનનો વિષય ચિંતિત મનોદ્રવ્ય છે. કેવલજ્ઞાન સર્વદ્રવ્ય અને સર્વ પર્યાયોને ગ્રહણ રે છે.
(૪) સમુદાયાર્થદ્વાર :
આ દ્વારમાં આવશ્યક શ્રુત સ્કંધના ૬ અધ્યયનોનો અર્થાધિકાર બતાવેલ છે.
૨૮