________________
(૧૧) ભગવતી-વિશેષપદ૧૧૫ વ્યાખ્યા દાનશેખર દ્વારા સંકલિત કરેલી છે.
(૧૨) કલ્પસૂત્ર- કલ્પ પ્રદીપિકા૧૬ આ કલ્પસૂત્રની વૃત્તિ સંઘદાસગણિએ લખી છે. (૧૩) કલ્પસૂત્ર- સુબોધિકા૧૭- આ વૃત્તિ વિનયવિજય ઉપાધ્યાયની છે. ટીકાનું ગ્રંથમાન ૫૪૦૦ શ્લોક પ્રમાણ છે.
-
(૧૪) કલ્પસૂત્ર- કલ્પલતા૧૧૮ – પ્રસ્તુત વ્યાખ્યા સમયસુંદરગણિની છે. વૃત્તિનું ગ્રંથમાન ૭૭૦૦ શ્લોક પ્રમાણ છે.
(૧૫) કલ્પસૂત્ર- કલ્પકૌમુદી૯ - આ વૃત્તિ શાંતિસાગરગણિએ લખી છે. વૃત્તિનું ગ્રંથમાન ૩૭૦૭ શ્લોક પ્રમાણ છે.
(૧૬) કલ્પસૂત્ર: ટિપ્પનક૧૨૦ આ ટિપ્પણકના પ્રણેતા આચાર્ય પૃથ્વીચંદ્ર છે.
૨૦મી શતાબ્દીમાં મુનિ ઘાસીલાલજી, શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરિ આદિ જૈન આચાર્યોએ આગમિક ટીકાઓ લખી છે. મુનિ ઘાસીલાલજીકૃત ઉપાસકદશાંગ આદિની ટીકાઓ વિશેષરૂપે ઉલ્લેખનીય છે. આ ટીકાઓ શબ્દાર્થપ્રધાન છે.
લોક ભાષાઓમાં વિરચિત વ્યાખ્યાઓ :
આચાર્યોએ જનહિતની દૃષ્ટિથી એ આવશ્યક જાણ્યું કે લોકભાષાઓમાં પણ સરલ અને સુબોધ વ્યાખ્યાઓ લખવામાં આવે. પરિણામથી પ્રાચીન ગુજરાતી ભાષામાં બાલાવબોધની રચના કરવાવાળા વિ. સં. ૧૮૦૦માં સ્થાનકવાસી, ટબાકાર મુનિ ધર્મસિંહનું નામ વિશેષરૂપથી ઉલ્લેખનીય છે. તેમણે ૨૭ આગમોના સ્થાનકવાસી સંમત (બાલાવબોધ) ટબ્બા લખ્યા છે. સાધુરત્નસૂરિના શિષ્ય પાર્શ્વચંદ્રગણિવિરચિત બાલાવબોધ પણ ઉલ્લેખનીય છે તે પણ ગુજરાતીમાં છે.
ટબ્બાકાર મુનિ ધર્મસિંહ :
ધર્મસિંહનું સમગ્ર જીવન પ્રેરક હતું. તેમણે ૨૭ સૂત્રોના ટબ્બા અને નિમ્નલિખિત ગુજરાતી ગ્રંથોની રચના કરી છે. (૧) સમવાયાંગની હુંડી, (૨) ભગવતીનું યંત્ર, (૩) પ્રજ્ઞાપનાનું યંત્ર, (૪) સ્થાનાંગનું યંત્ર, (૫) જીવાભિગમનું
૫૧