________________
(૧૫) પ્રવચન સારોદ્ધાર:
જૈન મહારાષ્ટ્રમાં ૧૫૯૯ પદ્યોનો અત્યંત મૂલ્યવાન ગ્રંથ નેમચંદ્રસૂરિએ લખ્યો છે. આ ગ્રંથ જૈન પ્રવચનના સારભૂત પદાર્થોનો બોધ કરાવે છે. તેમાં ર૭૬ દ્વાર છે. તેમાં ઋષભદેવ આદિ ૨૪ તીર્થકરોના વિષયમાં જાણકારી આપી છે. સિદ્ધ, સાધુ શ્રાવક, આહાર ઇત્યાદિના વિષયમાં અનેક વાતો તેમાં ચર્ચા છે. (૧૬) પુરુષાર્થ સિદ્ધયુપાયઃ
એના કર્તા અમૃતચંદ્રસૂરિ છે. એમાં ૨૨૬ પદ્ય છે. તેમાં નિશ્ચયનય અને વ્યવહારનયનું સ્વરૂપ, શ્રવકનટ ર ત અને સંલેખન, તપન ભેદ, દશવ ધર્મ, ૧૨ ભાવના, પરિષહ આદિ અનેક વિષયોનું વર્ણન કર્યું છે. (૧૭) તત્ત્વાર્થ સાર :
આ દિગંબર અમૃતસૂરિની કૃતિ છે. સમગ્ર કૃતિ સાત અધ્યાયોમાં વિભક્ત છે. એમાં જીવઆદિ ૭ પદાર્થોનું નિરૂપણ છે. (૧૮) નવતત્ત્વ પ્રકરણ : "
આ અજ્ઞાતકર્તક પ્રકરણમાં જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલા ૩૦ આર્યા છે. છે. એમાં જીવ આદિ નવતત્ત્વોનું સ્વરૂપ બતાવ્યું છે. (૧૯) જીવાનુશાસન
એના કર્તા દેવસૂરિ છે. સમગ્રગ્રંથ ૩૨૩ આર્યા છંદમાં ૩૮ અધિકારોમાં વિભક્ત છે. સ્વયં કર્તાએ એક વૃત્તિ લખી છે તેનું સંશોધન નેમચંદ્રસૂરિએ કર્યું છે. (૨૦) ગૌતમપૃચ્છા
આ અજ્ઞાતકતૃક કૃતિમાં ૬૪ આર્યા ઇંદ છે. એમાં ગણધર ગૌતમના પૂછાયેલા ૪૮ પ્રશ્નો અને મહાવીર સ્વામી દ્વારા અપાયેલા ઉત્તરો આપેલા છે. ધર્મ-અધર્મનું ફળ બતાવેલું છે.
પપ