________________
(૯) દશવૈકાલિક ચૂર્ણિs (અગત્યસિંહકૃત):
- આ ચૂર્ણિના ચૂર્ણિકાર વજસ્વામી શાખાના શ્રી અગત્યસિંહ છે. આ ચૂર્ણિ પ્રાતમાં છે. ભાષા સરલ અને શૈલી સુગમ છે. આદિ, મધ્ય અને અંતિમ મંગલની તેમાં ઉપયોગિતા બતાવી છે. ગુરુનું નામ ઋષિગુપ્ત છે. (૧૦) નિશીથ- વિશેષચૂર્ણિ:
જિનદાસગણિત પ્રસ્તુત ચૂર્ણિ મૂળસૂત્ર, નિર્યુક્તિ અને ભાષ્યગાથાઓના વિવેચનના રૂપમાં છે. તેની ભાષા સંસ્કૃત મિશ્રિત પ્રાકૃત છે. પ્રારંભમાં પીઠિકા છે. જેમાં નિશીથની ભૂમિકાના રૂપમાં તે સંબંધી આવશ્યક વિષયોનું વ્યાખ્યાન કરવામાં આવેલ છે. નિશીથનો અર્થ છે અંધકાર - અપ્રકાશિત વચનોના નિર્ણય માટે નિશીથસૂત્ર છે. પ્રથમ ઉદેશામાં ગુરુમાસો (ઉપવાસ)નું કથન કર્યું છે. તેમાં પરકરણનું નિવારણ કર્યું છે. બીજા ઉદ્દેશામાં લઘુમાસો (એકાસણા)નું કથન કર્યું છે. તેમાં સ્વકરણનું નિવારણ કર્યું છે. ત્રીજા ઉદ્દેશામાં ભિક્ષાગ્રહણની કેટલાક દોષો અને પ્રાયશ્ચિતો પર પ્રકાશ પાડેલ છે. ચોથો ઉદેશામાં કાયોત્સર્ગના વિવિધ ભંગ, હાસ્ય અને તેની ઉત્પત્તિના કારણો આદિ વિષયો પર પ્રકાશ પાડ્યો છે. આ રીતે ૨૦ ઉદ્દેશામાં વિભિન્ન વિષયો ઉપર પ્રકાશ પાડ્યો છે. પ્રાયશ્ચિતનું પણ વિવેચન કર્યું છે. પ્રસ્તુત ચૂર્ણિ જિનદાસગણિ મહતરની કૃતિ છે. (૧૧) દશાશ્રુતસ્કંધચૂર્ણિ" -
આ ચૂર્ણિ મુખ્યત્વે પ્રાકૃતમાં છે. ચૂર્ણિનો આધાર સૂત્ર અને નિર્યુક્તિ છે. તેમાં શ્રુતનું વર્ણન કરી દશાશ્રુતસ્કંધના ૧૦ અધ્યયનોના અધિકાર પર પ્રકાશ પાડ્યો છે. વ્યાખ્યાન શૈલી સરસ છે. મૂળસૂત્રપાઠ અને ચૂર્ણિ સંમત પાઠમાં ક્યાંક-ક્યાંક અંતર દેખવામાં આવે છે. (૧૨) બૃહત્કલ્પચૂર્ણિ
પ્રસ્તુત ચૂર્ણિ મૂળસૂત્ર અને લઘુભાષ્ય પર છે. તેની ભાષા સંસ્કૃત મિશ્રિત પ્રાકૃત છે. પ્રારંભમાં મંગલની ઉપયોગિતા પર પ્રકાશ પાડ્યો છે. દશાશ્રુતસ્કંધચૂર્ણિ અને
૩૯