________________
(૫) ઉત્તરાધ્યયન ચૂર્ણિપ૯ -
આ ચૂર્ણિ પણ નિર્યુક્તિ અનુસારી છે. તે સંસ્કૃત મિશ્રિત પ્રાકૃતમાં લખેલી છે. તેમાં સંયોગ, પુદ્ગલબંધ આદિ વિષયો પર પ્રકાશ પાડેલ છે. હરિકેશીય અધ્યયનની ચૂર્ણિમાં સુદ્રના માટે નિષિધ વાતો તરફ નિર્દેશ કર્યો છે. ચૂર્ણિના અંતમાં પોતાનો પરિચય આપતા પોતાને વણિક કુલના, કોટિકગણીય, વજશાખી ગોપાલગણિ મહતરના શિષ્ય બતાવ્યા છે. દશવૈકાલિક ચૂર્ણિ પણ તેમની જ છે. અને તે ચૂર્ણિ ઉત્તરાધ્યયન ચૂર્ણિથી પૂર્વની છે. (૬) આચારાંગચૂર્તિ :
આ ચૂર્ણિ નિર્યુક્તિની ગાથાઓના આધારે જ લખી છે. પ્રથમ શ્રુતસ્કંધની ચૂર્ણિમાં મુખ્યરૂપથી અનુયોગ, અંગ, આચાર, લોભ, સંલેખના આદિનું ચૂર્ણિકારે નિક્ષેપ પદ્ધતિથી જ વ્યાખ્યાન કર્યું છે. બીજા શ્રુતસ્કંધની ચૂર્ણિમા અગ્ર, પ્રાણ, પિંડેસણા, શયા આદિ વિષયોનું વિવેચન કર્યું છે. પ્રાકૃતપ્રધાન પ્રસ્તુત ચૂર્ણિમા યત્ર-તત્ર સંસ્કૃતના
શ્લોક પણ ઉદ્ધત કરેલા છે. (૭) સૂત્રકૃતાંગચૂર્સિ" -
આ ચૂર્ણિની શૈલી પણ આચારાંગની ચૂર્ણિ જેવી છે. તેમાં મંગલચર્યા, તીર્થસિદ્ધિ, સંઘાત, સમાધિ આદિ વિષયો પર પ્રકાશ પાડેલ છે. પ્રસ્તુત ચૂર્ણિ સંસ્કૃતમિશ્રિત પ્રાકૃતમાં લખેલી છે. (૮) જતકલ્પ- બૃહરિ -
પ્રસ્તુત ચૂર્ણિ સિદ્ધસેનસૂરિની છે. આ ચૂર્ણિ પ્રાકૃતમાં જ લખાયેલી છે. આ ચૂર્ણિમાં તેમણે જે વિષયોનું સંક્ષિપ્ત ગદ્યાત્મક વ્યાખ્યાન કર્યું છે તે વિષયોનું જીતકલ્પભાષ્યમાં વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. ચૂર્ણિકારે ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત, નવ પ્રકારના વ્યવહાર, મૂળગુણ, ઉત્તરગુણ આદિનું વિવેચન કર્યું છે.
૩૮