________________
(૪) આચારાંગનિર્યુક્તિ :
આ નિયુક્તિ આચારાંગસૂત્રના બંને શ્રુતના સ્કંધો ઉપર છે. તેમાં ૩૪૭ ગાથાઓ છે. પ્રથમ શ્રુતસ્કંધ :- બધા તીર્થકરોએ તીર્થ પ્રવર્તન આદિમાં આચારાંગનું પ્રવચન કર્યું. બાકીના ૧૧ અંગોનું આનુપૂર્વિથી નિર્માણ થયું. આચારાંગના પ્રથમ શ્રુત સ્કંધના ૯ અધ્યયન છે. પ્રથમ અધ્યયન શસ્ત્રપરિજ્ઞામાં, શસ્ત્રનો નિક્ષેપ અને પરિજ્ઞાનો નિક્ષેપ નામાદિ ચાર પ્રકારનો છે. બીજા અધ્યયન લોકવિજયમાં બે પદ છે. તેમાં લોકનો નિક્ષેપ ૮ પ્રકારનો અને વિજયનો નિક્ષેપ ૬ પ્રકારનો છે. ત્રીજા શીતોષ્ણ અધ્યયનમાં શીત અને ઉષ્ણ પદોનો નામાદિ ચાર નિક્ષેપોથી વિચાર કરેલ છે. ચોથા સમ્યક્તમાં અધ્યયનમાં સમ્યક્તનું નામાદિ ચાર નિક્ષેપોનું વિવેચન કર્યું છે. પાંચમા લોકસાર અધ્યયનમાં લોક અને સાર નું નામાદિ ચાર નિક્ષેપોથી વિવેચન છે. છઠ્ઠા અધ્યયનમાં અષ્ટ કર્મોનો ક્ષય ભાવ ધૂત બતાવેલ છે. સાતમું અધ્યયન વ્યવચ્છેદ છે. આઠમા વિમોક્ષ અધ્યયનમાં વિમોક્ષનો નામાદિ છ પ્રકારે નિક્ષેપ થાય છે. નવમા ઉપધાનશ્રુત અધ્યયનમાં ઉપધાન અને શ્રત બંનેનો નામાદિ ચાર પ્રકારના નિક્ષેપથી થાય છે.
. દ્વિતીય શ્રુતસ્કંધ :દ્વિતીય શ્રુતસ્કંધને અશ્રુતસ્કંધ પણ કહે છે. નિર્યુક્તિકારે અગ્ર શબ્દનો નિક્ષેપ દ્રવ્યાગ્ર આદિ આઠ પ્રકારે કર્યો છે. પાંચ ચૂલિકાઓની નિયુક્તિકારે નામાદિ નિક્ષેપોથી વ્યાખ્યા કરી છે. આમ આચારાંગ નિર્યુક્તિમાં નિક્ષેપ આદિના કથન દ્વારા મૂળ ગ્રંથના ભાવોને સ્પષ્ટ કર્યા છે. (૫) સૂત્રકૃતાંગનિર્યુક્તિ:
આ નિર્યુક્તિમાં ૨૦૫ ગાથાઓ છે. તેમાં સૂત્રકૃતાંગ શબ્દનો વિચાર કરવામાં આવેલ છે. ૧૫ પરધામીના નામ, નારકીને તેઓ કેવી રીતે સતાવે છે. અને ૩૬૩ મતાંતરોનો નિર્દેશ કર્યો છે. તે ઉપરાંત અનેક પદોનું નિક્ષેપ પદ્ધતિથી વિવેચન કરેલ છે. આમ સૂત્રકૃતાંગનિર્યુક્તિમાં નિક્ષેપ આદિના કથન દ્વારા મૂળ આગમના ભાવોને સ્પષ્ટ કર્યા છે.
૨૫