________________
(૧૪) કષાય પદ :
આ પદમાં કષાયના ભેદ-પ્રભેદોનું વર્ણન છે. (૧૫) ઈન્દ્રિય પદ -
આ પદમાં પાંચ ઇન્દ્રિયના આશ્રયથી જીવોનું વર્ણન છે.. (૧૯) પ્રયોગ પદ -
આ પદમાં પંદર પ્રકારના પ્રયોગનું વર્ણન કર્યું છે. ' (૧૭) લેશ્યા પદ -
આ પદનાં ૬ ઉદ્દેશામાં લેશ્યાનું વિવિધ પ્રકારે વિસ્તૃત વર્ણન છે. (૧૮) કાયસ્થિતિ પદ -
આ પદમાં જીવ, ગતિ, ઇન્દ્રિય, યોગ, અસ્તિકાય આદિના આશયથી કાયસ્થિતિનું વિસ્તૃત વર્ણન કર્યું છે. (૧૯) સમ્યક્ત પદ - •
આ પદમાં સમ્યગુષ્ટિ આદિ ત્રણ દૃષ્ટિના ભેદથી જીવોનું વર્ણન છે. (૨૦) અંતક્રિયા પદ -
આ પદમાં અંતક્રિયા-અર્થાત કર્મનાશથી મોક્ષ પ્રાપ્તિનું વર્ણન છે. (૨૧) શરીર પદ -
આ પદમાં શરીરના ભેદ, સંસ્થાન વગેરે અધિકારોનું વર્ણન છે. (૨૨) ક્રિયા પદ -
આ પદમાં કાયિકી આદિ પાંચ ક્રિયાઓના આશ્રયથી જીવોનું વર્ણન છે. (૨૩) કર્મપ્રકૃતિ પદ -
આ પદમાં કર્મોની મૂળ અને ઉત્તર પ્રવૃતિઓનું વર્ણન છે.