________________
સાહિત્યની ગરિમા છે. દશાશ્રુત સ્કંધના દશ અધ્યયન છે. (૨) બૃહત્કલ્પસૂત્ર :
બૃહત્કલ્પસૂત્રમાં ૬ ઉદેશા છે. બધા ગદ્યમાં છે. તે સૂત્ર ૪૭૫ શ્લોક પ્રમાણ છે. પ્રથમ ઉદેશામાં ૫૦ સૂત્ર, બીજા ઉદેશામાં ૨૫ સૂત્ર, ત્રીજા ઉદ્દેશામાં ૩૧ સૂત્ર, ચોથા ઉદેશામાં ૩૭ સૂત્ર, પાંચમા ઉદેશામાં ૪૨ સૂત્ર અને છઠ્ઠા ઉદ્દેશામાં ૨૦ સૂત્ર છે. તેમાં સાધુઓના આચાર, વિધિ-નિષેધ, ઉત્સર્ગ-અપવાદ, તપ-પ્રાયશ્ચિત આદિનો વિચાર કરવામાં આવેલ છે. (૩) વ્યવહારસૂત્ર -
વ્યવહારસૂત્રમાં દશ ઉદેશ છે. તે ગદ્યમાં જ છે. લગભગ 300સૂત્ર છે. તેમાં દરેક ઉદેશામાં, વિધિ-નિષેધ અને પ્રાયશ્ચિતનું વિધાન બતાવ્યું છે. (૪) નિશીથસૂત્ર :
નિશીથ નામના છેદસૂત્રમાં પ્રાયશ્ચિતોનું વર્ણન છે. આ પ્રાયશ્ચિત સાધુઓ અને સાધ્વીઓનાં માટે છે. પ્રથમ ઉદેશામાં ગુરુમાસિક પ્રાયશ્ચિતનો અધિકાર છે. ૨, ૩, ૪ અને પમા ઉદેશામાં લઘુમાસિક પ્રાયશ્ચિતનું વિવેચન છે. ૬ થી ૧૧ ઉદ્દેશામાં ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત અને ૧૨ થી ૧૯ ઉદ્દેશા સુધી લઘુમાસિક પ્રાયશ્ચિત અને ૨૦માં ઉદ્દેશામાં આલોચના અને પ્રાયશ્ચિત કરતી વખતે લાગતા દોષોનો વિચાર છે. (૫) મહાનિશીથ૯
મહાનિશીથસૂત્રમાં ૬ અધ્યયન અને બે ચૂલિકા છે. તેના ૪૫૫૪ શ્લોક છે. પ્રથમ અધ્યયનમાં ૧૮ પાપ સ્થાનકોનું, બીજા અધ્યયનમાં પાપની આલોચનાનું, ત્રીજા અને ચોથા અધ્યયનમાં કુશીલ સાધુથી દૂર રહેવાના ઉપદેશનું, પાંચમા અધ્યયનમાં ગચ્છના સ્વરૂપનો વિચાર, છઠ્ઠા અધ્યયનમાં પ્રાયશ્ચિતના દશ અને આલોચનાના ૪ ભેદોનું વિવેચન છે. ચૂલિકાઓમાં, સુસઢ આદિની કથાઓ છે.
૧૮