________________
તારતમ્યતાનો ઉલ્લેખ છે. ૧૬મા પ્રાભૃતમાં જ્યોત્સ્વાનાં લક્ષણ બતાવ્યાં છે. ૧૭મા પ્રાકૃતમાં ચંદ્ર આદિના ચ્યવન અને ઉપપાતનું વર્ણન છે. ૧૮મા પ્રાકૃતમાં ચંદ્ર-સૂર્ય આદિની ઊંચાઈનું વર્ણન છે. ૧૯મા પ્રાભૂતમાં સર્વલોકમાં ચંદ્ર-સૂર્યની સંખ્યાનું વર્ણન છે. ૨૦મા પ્રાભૂતમાં ચંદ્ર આદિ અનુભવનું અને ૮૮ મહાગ્રહોનું વર્ણન કરવામાં આવ્યું છે.
ઉપલબ્ધ ચંદ્રપ્રશપ્તિ॰ :
ચંદ્રપ્રજ્ઞપ્તિને ઉપાસક દશાનું ઉપાંગ માનવામાં આવેલ છે. ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિનો વિષય બિલકુલ સમાન છે.
(૭) જંબુદ્ધીપપ્રજ્ઞપ્તિ :
આ ઉપાંગને શાતાધર્મકથાનું ઉપાંગ માનવામાં આવેલ છે. આ આગમ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે ભાગોમાં પ્રકાશિત થયો છે. પૂર્વાર્ધમાં ચાર અને ઉત્તરાર્ધમાં ત્રણ વક્ષસ્કાર છે.
(૧) વક્ષસ્કાર ઃ
આ વક્ષસ્કારમાં જંબૂદ્વીપનો વિસ્તાર, તેના ક્ષેત્ર, વેદિકાઓ, ગુફાઓ, ભરતક્ષેત્ર અને ઋષભકૂટ આદિનું વર્ણન કરવામાં આવ્યું છે.
(૨) વક્ષસ્કાર ઃ
આ વક્ષસ્કારમાં સમયથી લઈને, શીર્ષ પ્રહેલિકાનો કાળ બતાવેલ છે. ત્યાર પછી પલ્યોપમ અને સાગરોપમનું વર્ણન કરેલું છે. છ આરાના ત્રીજા આરામાં ઋષભદેવનું સમગ્ર જીવન અને ચોથા આરામાં ૬૩ સલાખા પુરુષોનું વર્ણન કરી પાંચમા અને છઠ્ઠા આરાનું વર્ણન કર્યું છે.
ત્રીજો વક્ષસ્કાર ઃ- આ વક્ષસ્કારમાં ભરત ચક્રવર્તિનું સમગ્ર જીવન વર્ણવેલ છે. ચોથો વક્ષસ્કાર ઃ- આ વક્ષસ્કારમાં નદીઓનું, કૂટોનું, ક્ષેત્રોનું અને મેરૂપર્વત આદિનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.
૧૪