________________
૧૦ નામ છે. ત્રીજા વર્ગના ૧૩ નામો છે. ૧૩મા અધ્યયનમાં ગજસુકુમારની કથાનું વર્ણન છે. ચોથા વર્ગમાં જાતિ આદિ ૧૦ મુનિઓની કથા છે. પાંચમાં વર્ગમાં પદ્માવતી આદિ ૧૦ અંતકૃત સ્ત્રીઓની કથા છે. છઠ્ઠા વર્ગમાં ૧૬ અધ્યયન છે. તેમાં એકમાં અર્જુન માળીની કથા બતાવેલ છે. છઠ્ઠા વર્ગમાં અઈમુત્તામુનિની કથાનું પણ વર્ણન છે. સાતમા વર્ગમાં ૧૩ અંતકૃત સ્ત્રીઓનું વર્ણન છે. આઠમાં વર્ગમાં શ્રેણિક રાજાની કાલી આદિ દસ રાણીઓનું વર્ણન છે. તેમાં સાધ્વીના વિશિષ્ટ તપનો વિસ્તૃત પરિચય આપેલો છે. આ અંગમાં ૯૦ અંતકૃત કેવળી થયા છે. તેનું વિસ્તૃત વર્ણન કરેલ છે. (૯) અનુત્તરોવવાઈ દશા :- .
જે વ્યક્તિ પોતાના તપ અને સંયમ દ્વારા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. જે સૂત્રમાં આવા મનુષ્યોની અવસ્થાનું વર્ણન છે. તેનું નામ અનુત્તરોવવાય દશા છે. આ અંગમાં ત્રણ વર્ગ છે. પ્રથમ વર્ગમાં જાતિ આદિ દશ રાજકુમારોનું જીવન બતાવેલ છે. બીજા વર્ગમાં દીર્ધસેન આદિ ૧૩ રાજકુમારોના અને ત્રીજા વર્ગમાં ધન્યકુમાર આદિ ૧૦ રાજકુમારોના જીવનનું સુંદર ચિત્રણ કર્યું છે. તેઓના સંયમી જીવનનું અને તપસ્યાનું આલેખન કર્યું છે. ' (૧૦) પ્રશ્ન વ્યાકરણ :
આ અંગમાં હિંસાદિક પાંચ આશ્રવો તથા અહિંસાદિક પાંચ સંવરોનું દશ અધ્યયનમાં નિરૂપણ છે. અંગુઠ પ્રશ્ન, દર્પણ પ્રશ્ન આદિનો વિચાર આ સૂત્રમાં છે. (૧૧) વિપાકસૂત્ર" -
વિપાકસૂત્રના બે શ્રુતસ્કંધ છે. એક સુખ વિપાક અને બીજું દુઃખ વિપાક. સુખવિપાકના દસ પ્રકરણ છે અને દુઃખ વિપાકના પણ દસ પ્રકરણ છે. સુખવિપાક શ્રુતસ્કંધમાં આવવાવાળી દશ કથાઓમાં પુણ્યના પરિણામની ચર્ચા છે. સુખવિપાકમાં સુબાહુકુમાર આદિ દશ રાજકુમારોના, સંયમનું વર્ણન આવે છે. દુઃખ વિપાક શ્રુતસ્કંધમાં આવવાવાળી દસ કથાઓમાં પાપના પરિણામની ચર્ચા છે. અને તેમાં મૃગાપુત્ર આદિની દસ કથાઓ છે. ૧૧ અંગોની રચના ગણધરોએ કરી છે.