________________
ચૈત્યવદન મહાભાષ્ય
निश्राकृतेऽनिश्राकृते वाऽपि चैत्ये सर्वत्र स्तुतयस्तिस्रः ।
वेलां वा चैत्यानि वा ज्ञात्वा एकैकिका वापि ।।१६४।। . 'निश्राकृते' गच्छप्रतिबद्धे ‘अनिश्राकृते वा' तद्विपरीते चैत्ये सर्वत्र तिस्रः स्तुतयो दीयन्ते । अथ प्रतिचैत्यं स्तुतित्रये दीयमाने वेलाया अतिक्रमो भवति, भूयांसि वा तत्र चैत्यानि, ततो वेलां चैत्यानि वा ज्ञात्वा प्रतिचैत्यमेकैका स्तुतिर्दातव्येति (कल्पभाष्य प्रथम उद्देशो गाथा - १८०४) . .. .
કોઈ એક ગચ્છનું મંદિર હોય કે સર્વ ગચ્છો માટે સાધારણ મંદિર હોય. એ બધાં મંદિરોમાં ત્રણ સ્તુતિથી ચૈત્યવંદન કરવું. સમય અને ચૈત્યોને જાણીને, અર્થાત્ ચૈત્યો ઘણાં હોય અને બધે ત્રણ સ્તુતિ કરવાથી સમય પહોંચે तम न होय तो 4 से 5 में स्तुतिथी येत्यवचन ४२. (१६४) ..
एएसिं भेयाणं, उवलक्खणमेव वन्निया तिविहा। हरिभद्दसूरिणा वि हु, वंदणपंचासए एवं ॥१६५॥ एतेषां भेदानां उपलक्षणमेव वर्णिता त्रिविधा । . हरिभद्रसूरिणाऽपि खलु वन्दनपञ्चाशके एवम् ।।१६५।।
શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કહેલું ત્રણ પ્રકારનું ચૈત્યવંદન આ નવ ભેદોનું ઉપલક્ષણ જ છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે (પંચાશક ગ્રંથમાં) ચૈત્યવંદન પંચાશકમાં આ પ્રમાણે (= નીચેની ગાથામાં કહેવાશે તે પ્રમાણે) કહ્યું છે.
વિશેષાર્થ– જે પોતાને જણાવવા સાથે બીજાને પણ જણાવે તે ઉપલક્ષણ કહેવાય. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કહેલા ચૈત્યવંદનના ત્રણ પ્રકાર ઉપલક્ષણ હોવાથી અહીં કહેલા નવ ભેદોને પણ જણાવે છે. (૧૬૫)
नवकारेण जहन्ना, दंडयथुइजुयल मज्झिमा नेया। संपुत्रा उक्कोसा, विहिणा खलु वंदणा तिविहा ॥१६६॥ नमस्कारेण जघन्या दण्डकस्तुतियुगला मध्यमा ज्ञेया। . संपूर्णा उत्कृष्टा विधिना खलु वन्दना त्रिविधा ।।१६६।।
७०