________________
ચૈત્યવદન મહાભાષ્ય
સતત પૂજા કરતો હતો. તેથી ખુશ થયેલા પિતાએ સ્વજનોની સમક્ષ ત્રણ લોકના પ્રભુનું વાસુપૂજ્ય એવું નામ સ્થાપિત કર્યું. આ નામ જગતમાં સારી રીતે પ્રસિદ્ધ છે. (૫૭૯ ઉત્તરાર્ધથી પ૮૧.)
अंगमलं कम्ममलं, विगयं दुविहं मलं जिणिंदस्स । विमलो त्ति तेण वुच्चइ, सव्वे वि हु किं न तो विमला ? ॥५८२॥ अङ्गमलः कर्ममलो विगतो द्विविधो मलो जिनेन्द्रस्य । विमल इति तेनोच्यते सर्वेऽपि खलु किं न ततो विमलाः ? ।।५८२।।
ભગવાનનો શરીરમલ અને કર્મમલ એ બંને પ્રકારનો મલ ચાલ્યો ગયો છે તેથી ભગવાન વિમલ કહેવાય છે. તેથી શું બધા તીર્થકરો વિમલનથી? અર્થાત્ બધા જ તીર્થકરો વિમલ છે. (૫૮૨)
अस्थि विसेसनिमित्तं, जह भणियं सुमइनाममायाए। पुत्तविवाए महिलादुगस्स नवरं अह विसेसो ॥५८३॥ अस्ति विशेषनिमित्तं यथा भणितं सुमतिनाममातुः । पुत्रविवादे महिलाद्विकस्य नवरमथ विशेषः ।। ५८३।।
વિમલ નામ થવામાં વિશેષ કારણ છે. સુમતિ નામ થવાના કારણમાં બે સ્ત્રીઓના પુત્રવિવાદમાં માતા વડે જે રીતે કહેવાયું તે રીતે અહીં જાણવું. પણ વિશેષ આ પ્રમાણે છે. (૫૮૩)
: रायंगणम्मि चिट्ठइ, एसो अहिणवसमुग्गओ भूओ। पुत्तो य मज्झ उदरे, अत्थि महाबुद्धिसंपत्रो ॥५८४॥ . राजाङ्गणे तिष्ठति एष अभिनवसमुद्गतो भूतः । पुत्रश्च ममोदरेऽस्ति महाबुद्धिसंपनः ।।५८४।।
(વિવાદનો નિર્ણય કરાવવા માટે આવેલી બે સ્ત્રીઓને શ્યામાં માતાએ કહ્યું કે, રાજાના (= રાજમહેલના) આંગણે આ નવું ઉત્પન્ન થયેલું વૃક્ષ છે, અને મારા ઉદરમાં મહાબુદ્ધિમાન પુત્ર છે. (૫૮૪)
૨૪૬