________________
ચૈત્યવદન મહાભાષ્ય
જિનપૂજા, તપ અને બ્રહ્મચર્ય વગેરે ગુણોમાં આદરવાળા બનવું જોઈએ. (૮૧૯)
इय पूय च्चिय एगा, भणिया न य वंदण त्ति मा बुज्झ । नहि संपुन्ना पूया, वंदणविगला जओ होइ ॥८२०॥ इति पूजा एवैका भणिता न च वन्दनेति मा बुध्यस्व ।
नहि संपूर्णा पूजा वन्दनविकला यतो भवति ।।८२०।। " આ પ્રમાણે (૮૧૯મી ગાથામાં કહ્યું તે પ્રમાણે) એક પૂજા જ કહી છે, વંદન કહ્યું નથી એમ ન સમજવું. કારણકે વંદન વિના પૂજા સંપૂર્ણ થતી નથી. (૮ર૦).
निच्चं चिय किच्चमिणं, न य सव्वो तरइ निच्चसो काउं। इय सव्वपरिच्चाया, उवइट्ठा पव्वदियहेसु ॥८२१॥ नित्यमेव कृत्यमिदं न च सर्वः शक्नोति नित्यशः कर्तुम् । इति सर्वपरित्यागाद् उपदिष्टा पर्वदिवसेषु ।।८२१।।
વિશેષથી ચૈત્યવંદન કરવું એ નિત્ય જ કર્તવ્ય છે. પણ બધા જીવો :નિત્ય કરવા માટે શક્તિમાન ભ બને. આથી સર્વ દિવસોનો ત્યાગ કરીને પર્વ દિવસોમાં વિશેષથી ચૈત્યવંદન કરવાનો ઉપદેશ આપ્યો છે.
વિશેષાર્થ – પર્વ દિવસોમાં વિશેષથી ચૈત્યવંદન કરવાનો ઉપદેશ આપ્યો છે એનો અર્થ એ નથી કે પર્વ દિવસો સિવાય વિશેષથી ચૈત્યવંદન ન કરવું, પણ દરરોજ ન બની શકે તો પર્વ દિવસોમાં તો ખાસ વિશેષથી ચૈત્યવંદન કરવું, એવો અર્થ છે. આ વિષે કહ્યું છે કે. जइ सव्वेसु दिणेसु पालह किरियं तओ हवइ लहूं ।
जं पुण तहा न सक्कइ, तह विहु पालिज्ज पव्वदिणं ।। ' “જો તમે સર્વ દિવસોમાં ધર્મ ક્રિયા કરો તો ઉત્તમ છે. પણ જો તેમ ન બની શકે તો પર્વ દિવસોમાં તો અવશ્ય પાલન કરવું, અર્થાત્ પર્વ દિવસોમાં તો ધર્મક્રિયા અવશ્ય કરવી.” (૨૧)
૩૪૫