________________
ચૈત્યવદન મહાભાષ્ય
નહિ જમવું જોઈએ, તે થાળી માતાના જમવા માટે જ અલગ રાખવી જોઈએ. (૧૦) માતા આદિના મૃત્યુ પછી તેમના અલંકાર આદિ ધનનો પોતાના માટે ઉપયોગ ન કરતાં તીર્થ સ્થાન વગેરેમાં ધર્મ માટે ઉપયોગ કરવો જોઈએ. (૧૧) માતા આદિની છબી વગેરે બનાવીને તેની પુષ્પ, ધૂપ વગેરેથી પૂજા કરવી જોઈએ. અહીં કેટલાકોનું કહેવું છે કે માતા આદિએ કરાવેલા દેવની મૂર્તિ વગેરેની પુષ્પ, ધૂપ વગેરેથી પૂજા કરવી જોઈએ. (૧૨) માતા આદિનું મૃત્યુ થતાં તેમના મૃત્યુ સંબંધી દેવપૂજા વગેરે કાર્યો આદરપૂર્વક કરવાં જોઈએ.
(૬) પરાર્થકરણ – પરોપકારનાં કાર્યો કરવાં. મોહાધીન દરેક જીવ પોતાના કાર્યોમાં લીન હોય છે, તેને બીજાનાં કાર્યોની પડી હોતી નથી. આનું કારણ તીવ્ર સ્વાર્થ છે. સ્વાર્થી જીવમાં બીજાનું કામ કરવાની વૃત્તિ જ હોતી નથી.
જ્યાં સુધી સ્વાર્થ તીવ્ર હોય ત્યાં સુધી જીવનમાં વાસ્તવિક ધર્મ આવી શકતો નથી, એટલું જ નહિ, પણ ધર્મ પામવાની લાયકાત પણ આવી શકતી નથી. આથી ધર્મ પામવાની લાયકાત મેળવવા માટે પણ સ્વાર્થ ઘટાડવો જોઈએ. સ્વાર્થવૃત્તિ ઘટે ત્યારે જે બીજાનું કાર્ય કરવાની ભાવના જાગે છે, અને શક્ય પ્રયત્ન થાય છે. આથી પરોપકાર કરનાર વ્યક્તિમાં સ્વાર્થવૃત્તિનો હાસ-ઘટાડો થયો હોવાથી ધર્મની લાયકાત છે એ સિદ્ધ થાય છે. ધર્મ પામવા માટે પ્રથમ ધર્મ પામવાને લાયક બનવું જોઈએ. અમુક જીવ ધર્મ પામ્યો છે કે નહિ અથવા ધર્મ પામવાને લાયક બન્યો છે કે નહિ તે નિઃસ્વાર્થભાવે પરોપકારથી જાણી શકાય છે. માટે જ લલિત વિસ્તરા ગ્રંથમાં પરોપકાર એ જીવનનો સાર છે અને ધર્મપુરુષાર્થનું લક્ષણ છે એમ કહ્યું છે.
ભવનિર્વેદથી પરાર્થકરણ સુધીના છ ભાવો લૌકિક સૌંદર્ય છે. સૌંદર્ય એટલે સારાપણું સૌંદર્ય લૌકિક અને લોકોત્તર એમ બે જાતનું છે. લૌકિક સૌંદર્ય એટલે જિનધર્મને નહિ પામેલા જીવોમાં પણ થનારું સૌંદર્ય. લોકોત્તર સૌંદર્ય એટલે જિનધર્મને પામેલા જીવોમાં થનારું સૌંદર્ય. સમ્યગ્દર્શન વગેરે લોકોત્તર સૌંદર્ય છે. સમ્યગ્દર્શનાદિ લોકોત્તર સૌંદર્ય પામવા માટે સુભગુરુયોગ અને
३६०