________________
ચૈત્યવર્દન મહાભાષ્ય
અપભ્રાજનાથી શું થાય છે તે આપ જાણો જ છો. આથી આર્યવજસ્વામી આકાશમાં ઉડીને માહેશ્વરીનગરી ગયા. ત્યાં હુતાશન નામનું વ્યંતરમંદિર હતું. એ મંદિરના બગીચામાં દરરોજ એક કુંભ (માપ વિશેષ) જેટલાં પુષ્પો ઉત્પન્ન થતાં હતાં. આર્યવજસ્વામીના પિતાનો મિત્રદેવ તે બગીચાનો માળી હતો. આર્યવજસ્વામીને આવેલા જોઈને તેણે સંભ્રમ સહિત પૂછવું. આપને અહીં આવવાનું શું પ્રયોજન છે. ? આથી આર્યવજસ્વામીએ કહ્યું. મારે પુષ્પોની જરૂર છે. માળીએ કહ્યું: ‘આપે. મારા ઉપર ઉપકાર કર્યો. આ પુષ્પો સ્વીકારો.” વજસ્વામીએ કહ્યું: “હું બીજે. જઈને આવું છું. ત્યાં સુધીમાં તું આ પુષ્પો એકઠાં કરી રાખ.' પછી આર્યવજસ્વામી ત્યાંથી ઉડીને (લઘુ) હિમવાન નામના મોટા પર્વત પર શ્રીદેવી પાસે ગયા. તે વખતે શ્રીદેવીએ જિનમૂર્તિની પૂજા કરવા માટે એક મોટું કમલ તોડયું હતું. આથી શ્રીદેવીએ આર્યવજસ્વામીને વંદન કરીને એ પુષ્પ સ્વીકારવાની વિનંતિ : કરી. આર્યવજસ્વામી એ પુષ્પ લઈને હુતાશન નામના વ્યંતરમંદિરમાં આવ્યા. ત્યાં તેમણે વિમાનની રચના કરી. વિમાનમાં કુંભ પ્રમાણે પુષ્પો મૂકીને જાંભકદેવતાઓના સમુદાયથી પરિવરેલા અને દિવ્ય ગાંધર્વગીતોનાં ધ્વનિથી આકાશને પૂરી દેતા આર્યવજસ્વામી માહેશ્વરી નગરીથી પુરિકા નગરીમાં આવ્યા. જjભક નિકાયના દેવોથી ભરેલા આકાશને જોઈને બૌદ્ધ ભક્તો દેવો અમારું સાન્નિધ્ય કરે છે એમ વિચારવા લાગ્યા અને પોતાના ઘરોમાંથી પૂજાની સામગ્રી લઈને તેની સામે ગયા. પણ દેવસમુદાયથી પરિવરેલા શ્રી આર્યવજસ્વામી જિનમંદિરમાં ગયા. ત્યાં દેવોએ મહાન મહિમા કર્યો. આથી લોકોને જિનશાસન પ્રત્યે બહુ જ બહુમાન થયું. રાજા પણ આકર્ષાઈને શ્રાવકનો બન્યો. (૯૦૭)
पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य। विज्जासिद्धो य कवी, अद्वेव पभावगा भणिया ॥९०८॥ · प्रवचनी धर्मकथी वादी नैमित्तिकस्तपस्वी च । विद्यासिद्धश्च कविरष्टावेव प्रभावका भणिताः ।।९०८।। પ્રવચનિક, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાન, સિદ્ધ અને
૩૯૬