Book Title: Chaityavandanmahabhashyam
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 430
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય છે, માટે આ તત્ત્વ તમે મનમાં ધારણ કરજો કે, ‘કોઈપણ ડાહ્યા માણસે મનથી પણ સંઘની અવજ્ઞા કરવી નહિં; કારણકે— તે બોધિવૃક્ષને બાળવામાં અગ્નિરૂપ અને કુગતિને આપના૨ થઈ પડે છે. વળી જેઓ તીર્થે જનારા લોકોને વસ્ત્ર, અન્ન અને જલ વગેરે આપવા વડે પૂજે છે, તેઓને તીર્થયાત્રાનું મોટું ફળ મળે છે. સંઘ એ જ પ્રથમ તીર્થ છે, અને તે વળી તીર્થયાત્રાએ જતો હોય ત્યારે તો કલ્યાણની ઈચ્છાવાળા પુરુષને વારંવાર વિશેષપણે પૂજવા યોગ્ય છે. હે રાજા! તેથી ધર્મનો દ્રોહ કરનાર આ (પુત્ર મરણ સંબંધી) શોક જરાપણ ન કરવો. ઉપાર્જન કરેલાં કર્મોવડે ઉત્પન્ન થયેલા તેઓ (તમારા પુત્રો) વિનાશ પામ્યા છે. હે રાજા ! રાજ્યમાં, પુત્રમાં અને કલત્રમાં તમે હંજી શા માટે મોહ રાખો છો? આત્મહિત કરો; ફરીવાર મનુષ્યભવ ક્યાંથી મળશે ?” આ પ્રમાણે પ્રભુના શ્રીમુખથી પોતાના પુત્રના પૂર્વભવને જાણીને સગરરાજા શોકમુક્ત થઈ હૃદયમાં પરમ વૈરાગ્યને પામ્યા. (૯૦૬) जो उ महग्घे संघे, पभावणं कुणइ निययसत्तीए । सो होइ वंदणिज्जो, देवाण वि वइरसामि व्व ॥ ९०७॥ यस्तु महार्घे सङ्के प्रभावनां करोति निजकशक्त्या । स भवति वन्दनीयो देवानामपि वज्रस्वामीव ।। ९०७ ।। જે મહાસન્માન્ય સંઘમાં પોતાની શક્તિ પ્રમાણે પ્રભાવના કરે છે, અર્થાત્ સંઘનું ગૌરવ કરે છે, તે વજસ્વામીની જેમ દેવોને પણ વંદનીય બને છે. વિશેષાર્થઃ— એક વખત વજસ્વામી પુરીકા નામની નગરીમાં વિચરી રહ્યા હતા. તે વખતે ત્યાં શ્રાવકો અને બૌદ્ધ ધર્મીઓ પરસ્પર સ્પર્ધાથી પોતપોતાના દેવની પુષ્પપૂજા કરતા હતા. પણ બધા સ્થળે બૌદ્ધ ધર્મીઓ પાછળ પડી જતા હતા. રાજા (બૌદ્ધસાધુઓનો ભક્ત હોવાથી) તેમને અનુકૂળ હતો. આથી તેમણે રાજાને પ્રાર્થના કરી. રાજાએ શ્રાવકોને મંદિરમાં પુષ્પો ચઢાવવાનો નિષેધ કરી દીધો. પર્યુષણના દિવસે પુષ્પપૂજા ન થવાથી શ્રાવકો દુઃખી બની ગયા. આથી આબાલવૃદ્ધ બધા શ્રાવકો આર્યવજસ્વામી પાસે આવ્યા અને કહ્યું:– આપના જેવા તીર્થના નાથ વિદ્યમાન હોવા છતાં શાસનની અપભ્રાજના થાય છે. આ ૩૯૫

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452