________________
ચૈત્યવદન મહાભાષ્ય
સાઠ હજાર ભીલોએ તે વચન કબૂલ કર્યું. તે વખતે તે સાંભળી કોઈ ભદ્રક કુંભારે કહ્યું કે, “આપણા આવા વિચારને ધિક્કાર છે, આપણી પાસે બીજું ધન હોવા છતાં પણ આવી રીતે યાત્રાળુ લોકોને આપણે લૂંટીએ છીએ તે કોઈ રીતે સારું નથી. આ સારા આશયવાળા યાત્રિકો પોતાનું ધન ઉત્તમ ક્ષેત્રમાં વાવશે, તે ધન આપણે ગ્રહણ કરીએ તે મોટું અધર્મીપણું છે. પૂર્વના પાપથી આપણને હમણાં આવો કુત્સિત જન્મ તો મળેલો છે, છતાં પાછાં આવા લૂંટારાપણાના પાપ વડે આપણી શી ગતિ થશે ? આ યાત્રાળુઓ પૂર્વના પુણ્યાનુબંધી પુણ્યથી અહીં દાનવીર થયેલા છે અને આ ભવમાં આ તીર્થરાજની યાત્રા કરવાથી આગામી ભવમાં પણ પાછા સુખી થશે. હે મિત્રો ! કદી તમે મને સર્વથા કાયર અને ભીરુ કહો તથાપિ આ કાર્ય કરવામાં તો હું તમને અનુસરનાર કે અનુમતિ આપનાર થઈશ નહિ.' આ પ્રમાણે બોલતા અને પોતાના વિચારથી જુદા પડેલા તે કુંભારને કારાગૃહની જેવા પોતાના નેહડામાંથી તે લોકોએ સર્વથા કાઢી મૂક્યો. પછી તે ઉદ્ધત અને કપટપૂર્વક ઘા કરનારા પાપીઓએ ભેગા મળીને નજીકમાં છે રસ્તો જેનો એવા તે શ્રી સંઘને જતો લૂંટી લીધો. તે વખતે જેમ દુરાચારથી યશ અને પિશુનપણાથી સદ્ગણ નાશ પામેતેમ તેઓના આવી પડવાથી સંઘના લોકો દરેક દિશાઓમાં નાસવા લાગ્યા. તે સંઘને લૂંટીને પાપના સમૂહથી દુષ્ટ બુદ્ધિવાળા તે વક્ર ગતિવાળા નારકની જેમ પોતાના સ્થાને આવ્યા.
. આ બાજુ ભજિલપુરના રાજાએ તે ખબર સાંભળીને મોટા સૈન્ય સાથે વેગથી. આવી તેઓની પલ્લી ઉપર ઘેરો નાંખ્યો. તે મોટા સૈન્યને જોઈ સર્વ લૂંટારા ભિલ્લો ઘણો ભય પામીને નિગોદના જીવોની પેઠે પોતાના કિલ્લામાં ભરાઈ રહ્યા. તે વખતે જાણે તેમનાં કુકર્મોએ પ્રેર્યો હોય તેમ વાયુથી પ્રેરાયેલો અગ્નિ તે નગરની અંદર લોકોને બાળતો ઊંચે જવા લાગ્યો. જેમ પુણ્યને ક્રોધ અને સદ્ગણોને દુર્જન બાળે, તેમ એ અગ્નિ જળથી વારવા છતાં પણ તે પુરને બાળવાને સમર્થ થયો. અગ્નિથી બળતા તે ભિલ્લો ધૂમાડાવડે આકુળવ્યાકુલ થઈ કુંભીપાકના દુઃખને સહન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, “પાપી એવા આપણને ધિક્કાર છે કે આપણે આ સંઘને લૂંટ્યો, મહાદારુણ કુકર્મનું આ ફળ
૩૯૩