________________
ચૈત્યવદન મહાભાષ્ય
શીધ્ર આપણને મળ્યું. નિર્લોભી અને પુણ્યવાન તે બિચારો કુંભાર આપણને વારતો હતો, તથાપિ કુકર્મી જનો જેમ ઉત્તમ પુરુષને કાઢી મૂકે તેમ આપણે તેને કાઢી મૂક્યો.”
આ પ્રમાણે ધ્યાનમાં તત્પર તે કિરાત લોકો સર્વ પરિવાર સહિત અગ્નિરૂપ શસ્ત્ર વડે એકીસાથે મૃત્યુ પામ્યા. ‘કર્મની સ્થિતિ એવી જ છે.” જે સંઘ શ્રી અરિહંતને પણ પૂજ્ય છે અને જે તીર્થનું પણ તીર્થ છે, તેવા સંઘનું જે અહિત કરે છે, તે ખરેખર નારકો જ છે, માટે સર્વદા સંઘની આરાધના કરવી, કદીપણ તેની વિરાધના કરવી નહિ, સંઘની આરાધનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને તેની વિરાધનાથી નરક પ્રાપ્ત થાય છે. જેઓ તીર્થે જતા યાત્રાળુઓને માર્ગમાં પડે છે, તેઓ ગોત્રસહિત વિનાશ પામે છે અને અવશ્ય મુગતિમાં જાય છે.
અગ્નિથી મરીને પશ્ચાત્તાપની પીડાથી તેઓ નરકમાં ગયા. ત્યાંથી નીકળી . સમુદ્રમાં માછલાં થયા. માછીમાર લોકોએ તે સર્વને એકસાથે જાળમાં બાંધી લીધાં. ત્યાંથી કર્ણશંગાલી (= એક જાતનું જનાવર) થયા. ત્યારબાદ આ રીતે ઘણા ભવોમાં ભમીને પાછા શિકારમાં તત્પર એવા તેઓ ભિલ્લ થયા. એક વખત વનમાં ફરતાં તે ભિલ્લોએ એક શાંત પ્રકૃતિવાળા મુનિને જોયા. સારી ભાવના ધરીને તેઓએ મુનિને નમસ્કાર કર્યા. જ્ઞાનવાન મુનિએ તેમને ધર્મોપદેશ આપ્યો, તેથી અનીતિથી જાણે શંકાવાળા થયા હોય તેમ તેઓએ ભદ્રિકપણે પ્રાપ્ત કર્યું. આસન્ન ઉદયવાલા તેમને ધર્મનો વિશેષ લાભ આપવાને માટે એ જ્ઞાનધારી મુનિ ચાતુર્માસ તેમના નગરમાં રહ્યા. પ્રથમ માસે તેઓએ સાતેય વ્યસનો છોડી દીધાં, બીજે માસે અનંતકાયનો ત્યાગ કર્યો, ત્રીજે માસે રાત્રિભોજનનો ત્યાગ કર્યો, અને ચોથે માસે અનશન કરી રહેલા તે વિદ્યુત્પાતથી એકસાથે મૃત્યુ પામ્યા. હે ચક્રવર્તી ! ત્યાંથી તેઓ તમારે ઘેર પુત્રપણે અવતર્યા. કર્મની સર્વત્ર પ્રધાનતા છે. જે પેલા કુંભારે સંઘ લુંટવાને સંમતિ આપી નહોતી, તેણે તે જ ભવમાં મોટી સમૃદ્ધિવાળું રાજ્ય પ્રાપ્ત કર્યું. શુભભાવનાથી ઉત્તરોત્તર ઉત્તમ ભવને પ્રાપ્ત કરી છેવટે તમારા જહ્નનો પુત્ર આ મહોદયવાન ભગીરથ થયેલ છે. તે રાજા ! પૂર્વકર્મના યોગથી તમારા પુત્રો એકસાથે મૃત્યુ પામ્યા
૩૯૪