________________
ચૈત્યવદન મહાભાષ્ય
અન્વય શુભગુરુવચનસેવા સાથે છે. કારણકે 3પરવપ્ન શબ્દનો પ્રયોગ સ્ત્રીલિંગમાં છે. જો બધા સાથે તેનો અન્વય હોય તો ભવનિર્વેદાદિ શબ્દો પુલ્લિગ વગેરે જુદા જુદા લિંગમાં હોવાથી મરવUડુ નો સ્ત્રીલિંગમાં પ્રયોગ ન થાય. તથા સામવે પદ ૩રવUપ્ટ પદની પહેલાં હોવાથી તેનો અન્વયે પણ તથ્વયUસેવા સાથે કરવો ઠીક છે. અથવા પામવંનો અન્વય ભવનિર્વેદ આદિ બધા સાથે પણ થઈ. શકે. કારણકે તે ક્રિયાવિશેષણ રૂપે છે. હવે ભાવાર્થની દૃષ્ટિએ વિચારીએ તો સામવું અને ઉપરવUપ્પા એ બંનેનો અન્વય ભવનિર્વેદ દિ બધા સાથે છે. કારણકે શુભગુરુવચનના પાલનમાં ભવનિર્વેદ આદિ ભાવો આવી જાય છે. ' ગુરુના ઉપદેશમાં સંસાર અસાર છે, તત્ત્વ-મોક્ષમાર્ગ અનુસરવા જેવો છે વગેરે જે આવવાનું છે. એટલે પરમાર્થથી શુભગુરુવચનસેવાની માગણીમાં સ્વનિર્વેદ આદિની માગણી આવી જ જાય છે. આથી શુભગુરુવચનસેવાની પ્રાર્થના જેવા સ્વરૂપે થાય તેવા સ્વરૂપે ભવનિર્વેદ આદિની પ્રાર્થના પણ થાય.
પ્રશ્નહે વીતરાગ! હે જગદ્ગુરુ ! આ પ્રમાણે આમંત્રણ કરવાનું શું કારણ ?
ભગવાન પાસે માગણી કરવાની છે. મૌખિક વચન દ્વારા માગણી જે નજીકમાં હોય તેની પાસે થઈ શકે. ભગવાન તો મોક્ષમાં કે મહાવિદેહક્ષેત્રમાં છે. ત્યાંથી ભગવાન અહીં આવે નહિ. આથી દ્રવ્યથી-બાહ્યથી દૂર રહેલા ભગવાન ભાવથી-અંતરથી હૃદયમાં વસે એટલા માટે હે વીતરાગ ! હે જગદ્ગુરુ ! એ પ્રમાણે આમંત્રણ કરવામાં આવે છે.
પ્રશ્ન - ભગવાન કૃતકૃત્ય બની ગયા છે, જયવંતા જ છે. તો તેમને આપ જયવંતા વર્તા' એમ આશીર્વાદ આપવાની શી જરૂર છે ?
ઉત્તર– ભગવાનને આશીર્વાદની જરૂર નથી, પણ ભક્તિના આવેશથી ભક્ત સાધકના મુખમાંથી આવા ઉદ્ગાર સહજ નીકળી જાય છે. ભગવાન પાસે જે કંઈ કહેવાનું છે કે કરવાનું છે તે ભગવાન માટે નહિ, પણ સાધક માટે છે. વીતરાગના જયમાં જ સાધકનો જય થાય. એટલે આનાથી “મારો જય થાવ' એમ પણ ગર્ભિત રીતે સૂચન છે. તથા વીતરાગનો જય એટલે વીતરાગના શાસનનો
૩૬૨