________________
ચૈત્યવદન મહાભાષ્ય
. બીજા રૂપિયા સમાન અનુષ્ઠાન પણ શુદ્ધ અનુષ્ઠાનનું કારણ હોવાથી એકાંતે દુષ્ટ નથી. કારણકે પૂર્વાચાર્યો (નીચે પ્રમાણે) કહે છે. (૮૯૬)
असढस्स अपरिसुद्धा, किरिया सुद्धाएँ कारणं होइ । अ(ज)त्तो विमलं रयणं, सुहेण बझं मलं चयइ ॥८९७॥ अशठस्य अपरिशुद्धा क्रिया शुद्धायाः कारणं भवति । यतो विमलं रत्नं सुखेन बाह्यं मलं त्यजति ।।८९७।।
સરળ જીવની અશુદ્ધ ક્રિયા શુદ્ધ ક્રિયાનું કારણ થાય છે. કારણકે નિર્મલરત્ન સુખપૂર્વક બાહ્યમલનો ત્યાગ કરે છે. (૮૯૭)
तइयगरूवगतुल्ला, मायामोसाएँ दोससंसत्ता । कारिमरूवयववहारिणो व्व कुज्जा महाणत्थं ॥८९८॥ तृतीयकरूपकतुल्या मायामृषया दोषसंसक्ता । कृत्रिमरूपकव्यवहारिण इव कुर्याद् महानर्थम् ।।८९८।।
ત્રીજા રૂપિયા સમાન ક્રિયા માયા-મૃષાવાદના કારણે દોષસંસક્ત છે, અને ખોટા રૂપિયાનો વ્યવહાર કરનારની જેમ મહાન અનર્થને કરે છે. ' વિશેષાર્થ – બજારમાં ખોટો રૂપિયો ચલાવનારને કેવી રીતે અપકીર્તિ અને દંડ વગેરે અનર્થ થાય છે તેવી રીતે ત્રીજા રૂપિયા જેવી ધર્મક્રિયા મહાન અનર્થને કરે છે. પૂર્વે ૮૮૫મી ગાથામાં કહ્યું છે કે– ભૌતિક સુખના લાભ માટે ધર્મક્રિયા કરનારને ત્રીજા રૂપિયા સમાન ક્રિયા હોય છે. ભૌતિક સુખના લાભ માટે ધર્મક્રિયા કરનારને ધર્મક્રિયાના પ્રભાવથી પુણ્યનો (=સાતાવેદનીય વગેરેનો) બંધ થાય છે, અને સાથે અશુદ્ધભાવના કારણે મોહનીયકર્મ પણ બંધાય છે. પછી જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે મોહનીયકર્મનો પણ ઉદય થાય છે. મોહનીય કર્મના ઉદયથી ભૌતિક સુખ ભોગવવામાં રાગ વગેરે અને જીવહિંસા વગેરે પાપો કરે છે. એથી તે મૃત્યુ પામીને દુર્ગતિમાં જાય છે. આમ ત્રીજા રૂપિયા સમાન ક્રિયા મહાન અનર્થ કરે છે. (૮૯૮)
૩૮૬