Book Title: Chaityavandanmahabhashyam
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 419
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય વિશેષાર્થઃ— ગાથામાં ગુĪશબ્દ સ્થાને રૂળ શબ્દ હોવો જોઈએ એમ મને જણાય છે. એથી અનુવાદમાં રૂળ શબ્દના આધારે અર્થ કર્યો છે. (૮૯૧) जं पुण अब्भासरसा, सुयं विणा कुणइ फलनिरासंसो 1 तमसंगाणुट्टाणं, विन्नेयं निउणदंसीहिं ॥ ८९२ ॥ यत् पुनरभ्यासरसात् श्रुतं विना करोति फलनिराशंसः । तदसङ्गानुष्ठानं विज्ञेयं निपुणदर्शिभिः ।। ८९२ । । ફલની આશંસાથી રહિત જીવ અનુષ્ઠાનનો અતિશય અભ્યાસ થવાના કા૨ણે શ્રુત વિના (= શાસ્ત્રનું સ્મરણ કર્યા વિના) સહજ ભાવથી જે અનુાન ό કરે તેને સૂક્ષ્મદર્શીઓએ અસંગ અનુષ્ઠાન જાણવું. વિશેષાર્થઃ— ૨સ શબ્દનો પ્રાકૃત શબ્દકોષમાં સ્વભાવ એવો અર્થ બતાવ્યો છે. સ્વભાવ એટલે સહજભાવ. (૮૯૨) कुंभारचक्कभ्रमणं, पढमं दंडा तओ वि तयभावे । वयणाऽसंगाणुट्टाणभेयकहणे इमं नायं ॥८९३ ॥ कुम्भकारचक्रभ्रमणं प्रथमं दण्डात् ततोऽपि तदभावे । વવના-ડસનાનુષ્ઠાનમવાથને તું જ્ઞાતમ્ ।।૮૬૩।। કુંભારના ચક્રનું ભ્રમણ પહેલાં દંડથી થાય છે. પછી દંડ વિના જ ચક્રભ્રમણ થાય છે. વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાનમાં ભેદ કહેવામાં આ (= ચક્રભ્રમણ) દૃષ્ટાંત છે. વિશેષાર્થઃ– કુંભાર ઘડો બનાવવા માટે પહેલાં દંડથી ચક્રને ફેરવે છે.` એથી ચક્ર જોશથી ભમવા લાગે છે. પછી દંડ વિના જ સ્વયં ચક્ર ભમ્યા કરે છે. તેવી રીતે પ્રસ્તુતમાં વચન અનુષ્ઠાનમાં દરેક અનુષ્ઠાન “આ અનુષ્ઠાન શાસ્ત્રમાં આ પ્રમાણે ક૨વાનું કહ્યું છે” એમ શાસ્ત્રને યાદ કરીને થાય છે. અસંગ અનુષ્ઠાનમાં દરેક અનુષ્ઠાન શાસ્ત્રને યાદ કર્યા વિના જ સહજ ભાવે થાય છે. અસંગ અનુષ્ઠાનમાં સંસ્કાર એટલા બધા દૃઢ થઈ ગયા હોય છે કે અનુષ્ઠાન કરતી ૩૮૪

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452