________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
વખતે શાસ્ત્રસ્મરણની જરૂર જ રહેતી નથી. જેમ પ્રારંભમાં ચક્રને ફેરવવા દંડની પ્રેરણાની જરૂર રહે છે, ભ્રમણનો વેગ વધી ગયા પછી દંડની પ્રેરણા વિના પણ સંસ્કારથી જ તે ફરે છે, તેમ પ્રસ્તુતમાં પ્રારંભમાં ઉચિત અનુષ્ઠાન માટે શાસ્ત્રપ્રેરણાની આવશ્યક્તા રહે છે. શાસ્ત્રપ્રેરણાથી અનુષ્ઠાનના સંસ્કાર અતિશય દૃઢ થઈ ગયા પછી આત્મામાં એ અનુષ્ઠાનના સંસ્કાર અતિશય દૃઢ થઈ જવાથી, જેમ ચંદનમાં સુગંધ સ્વાભાવિક હોય છે તેમ, સહજપણે અનુષ્ઠાન થયા કરે છે. જિનકલ્પી આદિ વિશિષ્ટ સાધુને અસંગ અનુષ્ઠાન હોય છે. (૮૯૩)
पढमं भावलवाओ, पायं बालाइयाण संभवइ । तत्तो वि उत्तरुत्तरसंपत्ती नियमओ होइ ॥ ८९४ ॥ प्रथमं भावलवात् प्रायः बालादिकानां संभवति । ततोऽपि उत्तरोत्तरसंप्राप्तिर्नियमतो भवति ।। ८९४।।
બાલ વગેરે જીવોને પહેલાં થોડો ભાવ થવાથી પ્રાયઃ પ્રીતિ અનુષ્ઠાન સંભવેછે.ત્યારબાદપછી પછીનાઅનુષ્ઠાનનીપ્રાપ્તિનિયમાથાયછે.(૮૯૪) तम्हा चउव्विहं पि ह, नेग्रमिणं पढमरूवगसमाणं । जम्हा मुणीहिं सव्वं, परमपयनिबंधणं भणियं ॥ ८९५ ॥ तस्मात् चतुर्विधमपि खलु नेय (ज्ञेय) मिदं प्रथमरूपकसमानम् । यस्माद् मुनिभिः सर्वं परमपदनिबन्धनं भणितम् ।। ८९५ ।।
તેથી ચારે પ્રકારનું અનુષ્ઠાન પહેલા રૂપિયા સમાન જાણવું. કારણકે મુનિઓએ સર્વ (= ચારેય) અનુષ્ઠાનને મોક્ષનું કારણ કહ્યું છે. (૮૯૫) .
बीयरूवसमं पि हु, सम्माणुट्टाणकारणत्तेण । एगंतेण न दुट्ठ, पुव्वायरिया जओ बेंति ॥८९६ ॥ द्वितीयकरूपसममपि खलु सम्यगनुष्ठानकारणत्वेन । एकान्तेन न दुष्टं पूर्वाचार्या यतो ब्रुवते ।।८९६।।
૩૮૫