________________
ચૈત્યવદન મહાભાષ્ય
થયો. અહો ! મારા પિતાએ મને ધર્મ પમાડવાનો ઘણો પ્રયત્ન કર્યો. પણ હું ધર્મ ન પામ્યો. આથી અત્યારે આ સ્થિતિ પામ્યો છે. જો મેં ભાવથી જિનપૂજા-ભક્તિ કરી હોત તો મારી આ સ્થિતિ ન થાત. હવે માછલાના ભવમાં શો ધર્મ થાય ? કંઈ નહિ, જે થવાનું હતું તે થઈ ગયું. હવે આ ભવમાં પણ જેટલો ધર્મ થાય તેટલો ધર્મ કરી લઉં. પછી તેણે જલમાંથી બહાર નીકળીને અનશન કર્યું, ત્રણ દિવસ અનશન પાળી સમાધિથી મરીને તે જીવ દેવલોકમાં ઉત્પન્ન થયો.
અવધિજ્ઞાનથી પૂર્વભવની વિગત જાણીને દેવલોકમાં રહેલી શાશ્વતી જિનપ્રતિમાઓની વિશેષ રૂપે ભક્તિ કરવા લાગ્યો. એકવાર તેણે સમવસરણમાં બિરાજમાન જિનની પાસે આવીને બાર પર્ષદા સમક્ષ જિનને કહ્યું: હે પ્રભુ ! આપની મૂર્તિ પણ સાક્ષાત્ પ્રભુની જેમ ભવ્ય જીવોનું કલ્યાણ કરે છે, એમ હું માનું છું. કારણકે આનો મને જાત અનુભવ થયો છે. પછી તે જિનસમક્ષ નૃત્ય કરીને સ્વર્ગમાં ગયો. સભાએ ભગવાનને એ દેવની વિગત પૂછી, એટલે ભગવાને તેનો સઘળો વૃત્તાંત કહ્યો. (૯૦૧)
संपुत्रवंदणविही, भणिओ एसो गुरूवएसेण । - પુત્રો વાયત્રો, પુત્રપસ્થિ નિઘં ૧૦રા
संपूर्णवन्दनविधिर्भणित एष गुरूपदेशेन ।
સંપૂર્ણ કર્તવ્ય: સંપૂર્વાર્થના નિત્યમ્ II૬૦રા . . ગુરુના ઉપદેશથી ચૈત્યવંદનનો આ સંપૂર્ણ વિધિ કહ્યો. સંપૂર્ણ ફલના અર્થીએ નિત્યં સંપૂર્ણ વિધિ કરવી જોઈએ. (૯૦૨)
पवयणववहाराओ, बझं जं किंचि इह मए रइयं । तं सोहिंतु समत्थं, मज्झत्था जे सुगीयत्था ॥९०३॥ प्रवचनव्यवहाराद् बाह्यं यत् किंचिद् इह मया रचितम् । तत् शोधयन्तु समस्तं मध्यस्था ये सुगीतार्थाः ।।९०३।। અહીં મારાથી આગમ અને આચરણાથી બાહ્ય જે કંઈ રચાયું હોય તે
૩૮૯