________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
. यथा श्रावकस्य पुत्रो बहुशो जिन बम्बदर्शनगुणेन ।
अकृतसुकृतोऽपि मृत्वा मत्स्यभवे प्राप्तः सम्यक्त्वम् ।।९०१।।
જેમકે– શ્રાવકનો પુત્ર જિનબિંબના વારંવાર દર્શનગુણથી સુકૃત ન કર્યું હોવા છતાં મરીને માછલાના ભવમાં સમ્યક્તને પામ્યો.
વિશેષાર્થ:- શ્રાવક પુત્રનું દષ્ટાંત આ પ્રમાણે છે
" એક શેઠ જિનધર્મમાં અતિશય શ્રદ્ધાળુ હતા. પણ તેમનો પુત્ર તેમનાથી વિપરીત હતો. તેને ધર્મ પ્રત્યે જરાય શ્રદ્ધા ન હતી. એટલું જ નહિ, વધારામાં તે સાતેય વ્યસનમાં પૂરો હતો. શેઠ તેને ધર્મ કરવા માટે ઘણું સમજાવતા હતા, પણ તેની કોઈ અસર થતી ન હતી. ધર્મ પામવાની આવી સુંદર સામગ્રી પામ્યા પછી પણ આ જીવ ધર્મ નહિ પામે તો મરીને દુર્ગતિમાં જશે એ વિચારથી શેઠનું હૃદય બળતું હતું. શેઠે કોઈ પણ રીતે તેને ધર્મ પમાડવાનો નિર્ણય કર્યો. શેઠે તેને કહ્યું તું બીજું કાંઈ ન કરે તો પણ રોજ મંદિરમાં જઈને ભગવાનના દર્શન તો કર. છોકરાએ તે પણ ન માન્યું. આથી શેઠે ઘરમાં પેશવાના દરવાજાની સામે જ સારા સ્થાને જિનપ્રતિમા સ્થાપન કરી. શેઠને એમ હતું કે– ઘરમાં ભગવાન હશે અને તે પણ દરવાજાની તદ્દન સામે હશે તો છોકરો દર્શન-વંદન કરશે. પણ શેઠની આ ધારણા ખોટી પડી. છોકરો રોજ જિનમૂર્તિને જુએ છે, પણ બે હાથ જોડીને નમતો નથી, સ્તુતિ-વંદન કરતો નથી. આથી શેઠે ઈચ્છા વિના પણ છોકરો જિનપ્રતિમાને નમે એ આશયથી ઘરમાં પેશવાનું બારણું. નીચું કરાવ્યું. આથી છોકરો નીચે નમીને પેશે છે. સામે જ જિનમૂર્તિ છે. આમ શેઠ દરરોજ ભાવ વિના પણ છોકરાને જિનમૂર્તિ સામે નમાવે છે. છોકરો આ રીતે જીવન પર્યત ભાવ વિના જ જિનમૂર્તિને નમ્યો. મરીને તે અંતિમ સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલારૂપે ઉત્પન્ન થયો.
નળિયા અને બંગડી એ બે સિવાય દરેક વસ્તુના આકારવાળા માછલાં સ્વયંભૂરમણ સમુદ્રમાં હોય છે. એકવાર જિનમૂર્તિના આકારવાળા માછલાને જોઈને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવનો વૃત્તાંત જાણીને તેને ખૂબ પશ્ચાત્તાપ
૩૮૮