Book Title: Chaityavandanmahabhashyam
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 418
________________ ચૈત્યવદન મહાભાષ્ય ક્રિયા સમાન હોવા છતાં પત્નીની પાલનાદિ ક્રિયા પ્રીતિવાળી છે, અને માતાની પાલનાદિની ક્રિયા ભક્તિવાળી છે, તેમ અહીં પણ પ્રીતિ-ભક્તિયુક્ત જીવોનો ભેદ જાણવો. વિશેષાર્થ – કોઈ યુવાન પુરુષ પત્ની અને માતા એ બંનેનું પાલન વગેરે કરે છે. એથી એ બંનેના પાલન આદિ માટે થતી યુવાનની બાહ્ય ક્રિયા એક સરખી હોય છે, આમ છતાં બંને પ્રત્યે ભાવમાં અંતર હોય છે. પત્ની પ્રત્યે પ્રીતિનો અને માતા પ્રત્યે ભક્તિનો ભાવ હોય છે. માતા પ્રત્યે ભક્તિનો ભાવ હોવાથી પત્નીના પાલનની ક્રિયાની અપેક્ષાએ માતાના પાલનની ક્રિયામાં ચોક્કસાઈ, કાળજી વગેરે દ્વારા વિશેષ વિશુદ્ધિ હોય છે. તેવી જ રીતે ધર્મક્રિયામાં બાહ્ય ક્રિયા સમાન હોવા છતાં જે ધર્મક્રિયામાં વિશેષ બહુમાનભાવ ન હોય પણ પ્રીતિ હોય તે પ્રીતિ અનુષ્ઠાન છે, અને વિશેષ બહુમાનથી કરાતું તે જ અનુષ્ઠાન ભક્તિ અનુષ્ઠાન છે. અહીં અનુષ્ઠાનમાં ભેદ બાહ્યક્રિયાના કારણે નથી, કિંતુ અંતરના ભાવના કારણે છે. જે અનુષ્ઠાનમાં પ્રીતિની પ્રધાનતા હોય તે પ્રીતિ અનુષ્ઠાન અને જે અનુષ્ઠાનમાં બહુમાનની પ્રધાનતા હોય તે ભક્તિ અનુષ્ઠાન છે. એથી જ પ્રીતિથી કરાતા અનુષ્ઠાનમાં જો વિશેષ બહુમાનભાવ થઈ જાય તો તે જ અનુષ્ઠાન ભક્તિ અનુષ્ઠાન બની જાય. આથી જ અહીં ૮૮૯મી ગાથામાં કહ્યું કે- “વિશેષ બહુમાનથી કરાતું. પ્રીતિ અનુષ્ઠાન તુલ્ય જે અનુષ્ઠાન તેને ભક્તિ અનુષ્ઠાન કહે છે.” (૮૯૦) નો પુ નિપુણ(2 ) વેર્રસુવિહાળે વંદi Mફા वयणाणुट्ठाणमिणं, चरित्तिणो होइ नियमेण ॥८९१॥ यः पुनर्जिनगुण (?गण)चैत्येषूक्तविधानेन वन्दनां करोति । वचनानुष्ठानमिदं चारित्रिणो भवति नियमेन ।।८९१।। જિનસમૂહવાળા જિનમંદિરોમાં જે ઉક્તવિધિથી ચૈત્યવંદન કરે છે તેનું ચૈત્યવંદન વચન અનુષ્ઠાન છે. આ વચન અનુષ્ઠાન નિયમા ચારિત્રીને = સાધુને હોય છે. ૩૮૩

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452