________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
જય. એટલે વીતરાગ જયવંતા વર્ગો એનો અર્થ વીતરાગનું શાસન જયવંતુ વર્તા એવો પણ થાય. વીતરાગનું શાસન જયવંતુ વર્તે એની તો સાધકને જરૂર હોય જ. કારણકે વીતરાગના શાસન વિના કોઈનું કલ્યાણ થવાનું નથી. આ પ્રણિધાન શબ્દનો અર્થ – પ્રણિધાન સંબંધી ૮૪૭-૮૪૮ એ બે ગાથાઓ વર્તમાનમાં બચવી રાતરીકે પ્રસિદ્ધ છે. એ નવીયરીચ સૂત્રનું પ્રણિધાન સૂત્ર એવું નામ છે. પ્રણિધાન શબ્દના એકાગ્રતા, ધ્યાન, નિર્ણય, ધ્યેય વગેરે અનેક અર્થો થાય છે. ત્રીજા પંચાશકની ર૯મી ગાથાની ટીકામાં પ્રણિધાનનો પ્રાર્થના શર્મમાર્ચ =“પ્રાર્થના ગર્ભિત (ચિત્તની) એકાગ્રતા” એવો અર્થ કર્યો છે. આ અર્થ સુસંગત છે. કારણકે એકાગ્રતા અનેક વિષયની હોય છે. તેમાં અહીં પ્રાર્થના સંબંધી એકાગ્રતા વિવક્ષિત છે. પ્રસ્તુત સૂત્રથી પ્રભુ સમક્ષ એકાગ્ર ચિત્તે ભવનિર્વેદ આદિની પ્રાર્થનામાગણી કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રણિધાન શબ્દનો એકાગ્રતાની પ્રધાનતાની દષ્ટિએ પ્રાર્થનાગર્ભિત એકાગ્રતા એવો અર્થOાય. હવે જો પ્રાર્થનાની પ્રધાનતા કરવામાં આવે તો પ્રણિધાન શબ્દનો એકાગ્ર ચિત્તે પ્રાર્થના (-માગણી) એવો અર્થ પણ થઈ શકે. પ્રભુ સમક્ષ પ્રણિધાન કરવું જોઈએ, એટલે કે પ્રભુ સમક્ષ એકાગ્ર . ચિત્તે શુભ પ્રાર્થના-માંગણી કરવી જોઈએ. લલિત વિસ્તરા ગ્રંથમાં પ્રણિધાનનો અર્થ જણાવતાં કહ્યું છે કે- ; . વિશુદ્ધમાવનાસાર, તર્થીતિમાનસમ્ |
यथाशक्तिक्रियालिङ्गं, प्रणिधानं मुनिर्जगौ ।। '; “તે તે વિષયમાં વિશુદ્ધભાવનાપ્રધાન મનની એકાગ્રતાને મહર્ષિઓ પ્રણિધાન કહે છે.” ચિત્તની એકાગ્રતા પ્રણિધાન છે. પણ ગમે તેવા– અશુભ ભાવના યુક્ત મનની એકાગ્રતા અહીં અભિપ્રેત નથી. માટે ક્યું છે કેવિશુદ્ધભાવના પ્રધાન મનની એકાગ્રતા પ્રણિધાન છે. - અહીં પ્રશ્ન થાય કે વિશુદ્ધભાવના કે અવિશુદ્ધભાવના આંતરિક ભાવ હોવાથી છદ્મસ્થ જીવોને દેખાય નહિ. તો અમુક વ્યક્તિમાં પ્રણિધાન છે કે નહિ તે શી રીતે જાણી શકાય ? આ પ્રશ્નના સમાધાનમાં અહીં કહ્યું કે-ચાશક્ટ્રિ ( ચિતિä=“પ્રણિધાન શક્તિમુજબની બાહ્યક્રિયાઓથી જાણી શકાય છે.” આનો
૩૬૩