________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
-
અર્થ એ થયો કે જેનામાં પ્રણિધાન હોય તેનામાં કેવળ આંતરિક ભાવ જ હોય એમ નહિ, કિંતુ શક્તિમુજબ બાહ્યક્રિયા પણ હોય. આથી પ્રણિધાન કેવળ આંતરિકભાવરૂપ નથી, બાહ્યક્રિયારૂપ પણ છે. કારણકે જ્યાં આંતરિક ભાવ પેદા થાય છે ત્યાં શક્તિ, મુજબ બાહ્યક્રિયા પણ થાય છે. આથી એકલા ધ્યાન ઉપર ભાર મૂકનારાઓને આ વિષય વિચારવાની જરૂર છે. (૮૪૭-૮૪૮)
वारिज्जइ जइ वि नियाणबंधणं वीअराय ! तुह समए। ... तहवि मम हुज्ज सेवा, भवे भवे तुम्ह चलणाणं ॥८४९॥ वार्यते यद्यपि निदानबन्धनं वीतराग ! तव समये। तथापि मम भवेत्सेवा भवे भवे युष्माकं चरणानाम् ।।८४९।।.
હે વીતરાગ ! જો કે તમારા શાસનમાં નિદાનરૂપ બંધનનો નિષેધ કરાય છે તો પણ મને ભવે ભવે તમારા ચરણોની સેવા થાઓ = મળો."
વિશેષાર્થ – બંધન એટલે કર્મબંધનું કારણ. નિદાન કર્મબંધનું કારણ હોવાથી અહીં નિદાનને બંધનની ઉપમા આપી છે. (૮૪૯)
एएसिं एगयरं, पणिहाणं नियमओ य कायव्वं । पणिहाणंता जम्हा, संपुन्ना वंदणा भणिया ॥८५०॥ एतेषामेकतरत् प्रणिधानं नियमतश्च कर्तव्यम् । प्रणिधानान्ता यस्मात् संपूर्णा वन्दना भणिता ।।८५०।। ।
આમાંથી કોઈ પણ એક પ્રણિધાન અવશ્ય કરવું જોઈએ. કારણકે જેના અંતે પ્રણિધાન છે તેવી વંદનાને સંપૂર્ણ વંદના કહી છે. (૮૫૦)
उल्लासविसेसाओ, एत्तो अहियं पि चित्तउत्तीहि । पयडियभावाइसयं, कीरतं गुणकरं चेव ॥८५१॥ उल्लासविशेषाद् इतोऽधिकमपि चित्रोक्तिभिः । प्रकटितभावातिशयं क्रियमाणं गुणकरमेव ।।८५१।। વિશેષ ઉલ્લાસથી આનાથી અધિક પણ કરાતું અને વિવિધ શબ્દોથી
૩૬૪