Book Title: Chaityavandanmahabhashyam
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 409
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય व्याख्या- एवं चानेन पूर्वोक्तेन प्रकारेण मोक्षाङ्गप्रार्थनाया एवानिदानताप्रतिपादनलक्षणेन । दशादिषु दशाश्रुतस्कन्धप्रभृतिषु । आदिशब्दाद् ध्यानशतकादिपरिग्रहः। तीर्थकरेऽपि भवभवनभीतजननिर्वाणनगरगमन - सार्थवाहकल्पे जिनेऽपि विषये, आस्तां संसारावर्तपातनिमित्तभूतभूपतित्वादी । निदानस्य 'अमुतो धर्मात्तीर्थकरो भूयासं' इत्येवं प्रार्थनस्य प्रतिषेधो विधेयतया निषेधो निदानप्रतिषेधः । किमित्याह-युक्तः संगतो वर्तते केन कारणेनेत्याह– भवप्रतिबद्धं संसारानुषक्तं । येन यस्मात्कारणात् । 'तयं त्ति' कं तीर्थकरत्वप्रार्थनं भवप्रतिबद्धमेव । कुत इत्याह-यतः साभिष्वङ्गं रागोपेतं यतस्तीर्थकरसत्कस्यामरवरनिर्मितसमवसरणकनक- कमलप्रमुखविभवस्य दर्शनात् श्रवणाद्वा संजाततदभिलाषः कोऽपि विकल्पं करोति भवभ्रमणतोऽप्यहं तीर्थकरो भूयासं । इति થાર્થ:।। (પગ્વાશજ - ૪/૨૭) કહ્યું છે કે— દશાશ્રુતસ્કંધ, ધ્યાનશતક વગેરે ગ્રંથોમાં તીર્થંકર બનવાની આશંસાનો નિષેધ કર્યો છે તે યોગ્ય છે. કારણકે તેવી આશંસા અપ્રશસ્ત રાગયુક્ત હોવાથી સંસારનું કારણ છે. પંચાશકની ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે પૂર્વે કહ્યું તેમ મોક્ષનું કારણ બને તેવી પ્રાર્થના જ અનિદાન છે એમ જણાવ્યું હોવાથી, સંસારના ચક્કરમાં પડવાનું નિમિત્ત એવા રાજ્ય વગેરેના નિદાનનો નિષેધ યોગ્ય છે એ તો ઠીક, કિંતુ સંસારમાં જન્મથી ભય પાર્મેલા લોકોને મોક્ષનગ૨માં જવા માટે સાર્થવાહ સમાન તીર્થંકર બનવાના પણ નિદાનનો દશાશ્રુતસ્કંધ અને ધ્યાનશતક વગેરે ગ્રંથોમાં કરેલો નિષેધ યોગ્ય છે. કારણ કે તીર્થંક૨૫દની પ્રાર્થના રાગયુક્ત હોવાથી સંસારના સંબંધવાળી છે, અર્થાત્ સંસારનું કારણ છે. પ્રશ્નઃ- તીર્થંકરપણાની પ્રાર્થના રાગયુક્ત કેમ છે ? ઉત્તરઃ- દેવોએ બનાવેલ સમવસરણ અને સુવર્ણકમલ વગેરે તીર્થંકરનો વૈભવ જોઈને અથવા સાંભળીને તેની ઈચ્છાવાળો થયેલો કોઈ વિચારે છે કે ભવભ્રમણ કરીને પણ હું (આ ધર્મના પ્રભાવથી) તીર્થંકર બનું. ૩૭૪

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452