Book Title: Chaityavandanmahabhashyam
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 410
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય વિશેષાર્થઃ– તીર્થંકરની દેવોએ કરેલી સમવસરણ વગેરે ઋદ્ધિ જોઈને કે સાંભળીને હું તીર્થંકર બનું, જેથી મને પણ આવી ઋદ્ધિ મળે. આ પ્રમાણે તીર્થંકરની ઋદ્ધિની ઈચ્છાથી તીર્થંકર બનવાની આશંસામાં અપ્રશસ્ત રાગ કારણ છે. આમાં ઉપકારની ભાવના નથી, પણ ઋદ્ધિની પ્રાપ્તિરૂપ સ્વાર્થની ભાવના છે. આવી આશંસાથી તીર્થંક૨૫ણું મળે જ નહિ, અને પાપકર્મનો બંધ થાય તે નફામાં. આથી તીર્થંકરની ઋદ્ધિની ઈચ્છાથી તીર્થંકરપણાની આશંસા નિદાનરૂપ છે. આથી દશાશ્રુતસ્કંધ વગેરેમાં તેનો જે નિષેધ કર્યો છે તે યોગ્ય જ છે. (૮૭૩) कयमेत्थ पसंगेणं, एवं पणिहाणसंगया एसा । संपुन्ना उक्कोसा, निद्दिट्ठा वंदना लद्धा ||८७४ ॥ कृतमत्र प्रसङ्गेन एवं प्रणिधानसङ्गतैषा । संपूर्णा उत्कृष्टा निर्दिष्टा वन्दना लब्धा ।।८७४।। અહીં પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. આ પ્રમાણે શાસ્ત્રમાં નિર્દેશ કરાયેલી પ્રણિધાનથી યુક્ત આ સર્વોત્કૃષ્ટ વંદના પ્રાપ્ત થઈ. (? સમાપ્ત થઈ.) (૮૭૪) उस्सग्गेणं स च्चिय, कायव्वा सुद्धमग्गगामीहिं । सेसा उ देसकालादवेक्खणा होइ अट्टविहा ॥। ८७५ ॥ उत्सर्गेण सैव कर्तव्या शुद्धमार्गगामिभिः । शेषा तु देशकालाद्यपेक्षणाद् भवति अष्टविधा ।। ८७५ ।। શુદ્ધ માર્ગે ચાલનારાઓએ ઉત્સર્ગથી ઉત્કૃષ્ટ જ વંદના કરવી જોઈએ. બાંકીની આઠ પ્રકારની વંદના દેશ-કાળ આદિની અપેક્ષાએ (અપવાદથી) છે. વિશેષાર્થઃ પૂર્વે ૧૫૩મી ગાથાથી આરંભી ૧૬૦મી ગાથા સુધીમાં ચૈત્યવંદનના નવ પ્રકાર જણાવ્યા છે. તેમાં નવમા પ્રકારનું ચૈત્યવંદન સર્વોત્કૃષ્ટ છે. ઉત્સર્ગથી સર્વોત્કૃષ્ટ ચૈત્યવંદન કરવું જોઈએ. તેવા પ્રકારના દેશમાં અને તેવા પ્રકારના કાળમાં ઉત્કૃષ્ટ ચૈત્યવંદન ન થઈ શકે ત્યારે આઠ પ્રકારમાંથી કોઈ એક ચૈત્યવંદન કરી શકાય. આથી અહીં કહ્યું કે— બાકીની આઠ પ્રકારની વંદના દેશ-કાળ આદિની અપેક્ષાએ (અપવાદથી) છે. (૮૭૫) - ૩૭૫

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452