________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
भण्यते समाधिमरणं राग-द्वेषर्विप्रमुक्तानाम् । देहस्य परित्यागो भवान्तकारी चरित्रिणाम् ।।८६३।।
રાગ-દ્વેષથી અતિશય મુક્ત એવા ચારિત્ર સંપન્ન જીવોનો ભવના અંતને કરનારો દેહત્યાગ સમાધિમરણ કહેવાય છે.
વિશેષાર્થઃ— ભવના અંતને કરનારો એટલે સંપૂર્ણ સંસારના અંતને કરનારો એવો અર્થ નથી, કિંતુ વર્તમાન ભવના અંતને ક૨ના૨ો એવો અર્થ છે. કારણકે દેહના ત્યાગથી વર્તમાનભવનો અંત થાય છે. સમાધિપૂર્વક થયેલા દેહત્યાગથી ચારગતિરૂપ સંસારનો અંત થાય કે ન પણ થાય. જેને હજી ભવો બાકી છે તે આત્મા સમાધિથી દેહત્યાગ કરે તો પણ ચારગતિરૂપ ભવનો અંત ન આવે. પણ વર્તમાનભવનો અંત અવશ્ય થાય. માટે અહીં ભવના અંતને કરનારો એટલે વર્તમાન ભવના અંતને ક૨ના૨ો એવો અર્થ સમજવો જોઈએ.
અહીં રાગ-દ્વેષથી અતિશય મુક્ત એવા ચારિત્ર સંપન્ન જીવના દેહત્યાગને સમાધિમરણ કહેલ છે. આનાથી એ સમજાય છે કે— અહીં મુખ્યતયા સર્વવિરતિધરનું મરણ સમાધિમરણ તરીકે વિવક્ષિત છે. અપેક્ષાએ આ બરોબર છે. સત્તર પ્રકારના મરણમાં સર્વવિરતિધરના મરણને જ પંડિતમરણ કહ્યું છે. દેશવિરતિધરના મરણને બાલપંડિત અને અવિરતસમ્યગ્દષ્ટિના મરણને બાલમરણ કહ્યું છે. (૮૬૩) सम्मचरणाइ बोही, तीसे लाभो भवे भवे पत्ती । कम्मक्खयउत्ता, सिद्धफलो नियमओ एसो ॥८६४ ॥ सम्यक चरणादि बोधिः तस्या लाभो भवे भवे प्राप्तिः । कर्मक्षयहेतुत्वात् सिद्धफलो नियमत एषः । । ८६४ । ।
બોધિ એટલે સમ્યક્ચારિત્ર વગેરે. તેનો લાભ એટલે ભવે ભવે પ્રાપ્તિ. આ બોધિલાભ કર્મક્ષયનો હેતુ હોવાથી નિયમા સિદ્ધિ ફલવાળો છે.
વિશેષાર્થઃ– આદિ શબ્દથી સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન સમજવાં.
૩૭૦