________________
ચૈત્યવદન મહાભાષ્ય
वैमानिकादिसिद्धिरिन्द्रत्वादीनां प्रार्थना या तु। . परलोकनिदानमिदं परिहर्तव्यं प्रयत्नेन ।।८५८।।
ધર્મથી વૈમાનિક આદિની સંપત્તિની અને ઈંદ્રવાદિની જે પ્રાર્થના કરાય, અર્થાત્ પરલોકમાં ભૌતિક સુખો મળે એ માટે ધર્મ કરાય, તે પરલોક સંબંધી નિદાન છે. પ્રયત્નથી આ નિદાનનો ત્યાગ કરવો જોઈએ.
વિશેષાર્થ – વેમાળિયાસિદ્ધી એ દ્વિતીય વિભક્તિ છે, પણ જોઈએ છઠ્ઠી. કારણકે એનો સંબંધ પ્રાર્થના પદની સાથે છે. પ્રાકૃત ભાષામાં સુપાં સુપો ભવન્તિ' (= એક વિભક્તિના સ્થાને અન્ય વિભક્તિ થાય છે.) એ નિયમથી અહીં છઠ્ઠી વિભક્તિના અર્થમાં દ્વિતીયા વિભક્તિ છે. અથવા વેમાળિયાસિદ્ધીવૃંતા એમ સંપૂર્ણ સમાસ છે, અને પ્રાકૃતના નિયમથી દ્ધિ માં ડું દીર્ઘ થયો છે. (૮૫૮) ,
जो पुण सुकयसुधम्मो, पच्छा मग्गइ भवें भवे भोत्तुं । सद्दाइकामभोगे, भोगनियाणं इमं भणियं ॥८५९॥ यः पुनः सुकृतसुधर्मः पश्चाद् मार्गयति भवे भवे भोक्तुम् । शब्दादिकामभोगान् भोगनिदानमिदं भणितम् ।।८५९।।
જેણે સુધર્મને સારી રીતે આરાધ્યો છે એવો જીવ સુધર્મની સારી રીતે આરાધના કર્યા પછી ભવે ભવે શબ્દાદિ કામ-ભોગોની માગણી કરે, અર્થાત્ આરાધેલા ધર્મના પ્રભાવથી મને ભવે ભવે શબ્દાદિ કામ-ભોગોની પ્રાપ્તિ થાઓ, એ પ્રમાણે માગણી કરે, તેને કામ-ભોગ સંબંધી નિદાન કર્યું છે.
વિશેષાર્થ – આલોક સંબંધી નિદાનમાં અને પરલોક સંબંધી નિદાનમાં પ્રારંભથી જ ધર્મ આલોકના અને પરલોકના સુખ માટે કરે છે. કામ-ભોગ સંબંધી નિદાનમાં ધર્મ આત્મકલ્યાણ માટે કરે છે. પણ પાછળથી તેવું નિમિત્ત મળતાં બુદ્ધિ બગડે છે અને એથી અત્યાર સુધી કરેલા ધર્મના ફળરૂપે કામભોગોની માગણી કરે છે.
૩૬૮