________________
ચૈત્યવદન મહાભાષ્ય
નંદમણીયારનીભુક્ત કંઠે પ્રશંસા કરતા હતા. પ્રશંસા સાંભળીને શેઠ આનંદ પામતા હતા. શેઠની છાતી ગજ ગજ ઉછળતી હતી. શેઠ દિવસે દિવસે વાવડીમાં ખૂબ આસક્ત બનતો ગયો. “આ વાવડી મેં બંધાવી, આ વાવડી મેં બંધાવી” એમ અહંકારથી ફૂલાતો ગયો.” આ વાવડી મારી, આ વાવડી મારી” એમ મમતાવાળો બનતો ગયો.
જીવનના અંતે તેના શરીરમાં ૧૬ રોગ ઉત્પન્ન થયા. વૈદ્યોએ અનેક ઉપચારો કર્યા પણ બધા ઉપચારો નકામા ગયા. તેણે નગરમાં જાહેરાત કરી કેમારા આ રોગોમાંથી એક પણ રોગનો નાશ જે કરશે તેને દરિદ્રતાનો નાશ થાય તેટલું ધન આપીશ.” આ સાંભળીને દૂર દૂરથી સારા વૈદ્યો ત્યાં આવ્યા અને ઉપચારો કર્યા છતાં કોઈ પણ વૈદ્ય તેના એક પણ રોગને દૂર કરી શક્યો નહિ. અંતે આર્તધ્યાનથી મરીને એ જ વાવડીમાં દેડકો થયો. " વાવડીમાં રહેલા તેને લોકોના મુખેથી બોલાતા “આવી વાવડી બંધાવનાર નંદ મણીયાર શેઠને ધન્ય છે” વગેરે શબ્દો સાંભળીને જાતિસ્મરણ જ્ઞાન થયું. ગુરુયોગનો અભાવ વગેરે કારણોથી મેં મળેલા દેશવિરતિ ધર્મને ગુમાવ્યો, વગેરે તેના ખ્યાલમાં આવ્યું. હવે ફરીથી ભાવથી દેશવિરતિની હું આરાધના કરું એવો નિર્ણય તેણે કર્યો. પછી અભિગ્રહ કર્યો કે- આજથી સદા છઠ્ઠના પારણે છઠ્ઠતપ કરીશ. પારણામાં જુની-સુકી શેવાળ, જલનો મેલ વગેરે અચિત્ત વસ્તુનો ઉપયોગ કરીશ. આ અભિગ્રહને બરાબર પાળવા લાગ્યો. સમય જતાં એક દિવસ શ્રી મહાવીર સ્વામી રાજગૃહી નગરી પધાર્યા. વાવડીમાં સ્નાન વગેરે કરતા લોકોના પોઢે “શ્રીમહાવીરસ્વામી પધાર્યા છે,” એમ તેણે જાણ્યું. આથી તે મહાવીરસ્વામીના દર્શન કરવા ઉત્સુક બન્યો. પાણી ભરતી સ્ત્રીના પાણીના બેડામાં પ્રવેશીને તે બહાર આવ્યો. પછી શ્રીમહાવીરસ્વામી તરફ ઉતાવળથી ચાલવા લાગ્યો. પણ રસ્તામાં જ શ્રેણિક રાજાના ઘોડાના પગ નીચે ચગદાઈ ગયો. તરત અનશનનો સ્વીકાર કરીને પ્રભુનું સ્મરણ કરવા લાગ્યો. સમાધિથી મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દદુરાંક નામે દેવ થયો. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે, અને ચારિત્ર લઈને મુક્તિમાં જશે. (૮૧૫) . एत्तो च्चिय सुहमइणो, बहुसो वंदंति पव्वदियहेसु ।
तित्थाणि मणे धरिउं, अट्ठावय-रेवयाईणि ॥८१६॥
૩૪૩