________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
રાજા પાસે ગયો. રાજાને ભેટશું ધરવાપૂર્વક પ્રણામ કરીને વાવડી બનાવવાની રજા માંગી. રાજાએ સંમતિ આપી. આથી તેણે થોડા જ સમયમાં વાવડી બંધાવી. આ વાવડી સામાન્ય ન હતી, કિંતુ આકર્ષક અને અનેક સગવડો વાળી હતી. વાવડીની ચારે બાજુ કોતરણીવાળો સુંદર કિલ્લો બનાવ્યો હતો. વાવડીની અંદર વિવિધ જાતનાં સુગંધી કમળો રોપ્યાં હતાં. આથી આજુ-બાજુનું વાતાવરણ સુગંધી રહેતું હતું. વાવડીની ચારે બાજુ ચાર વિશાળ બગીચા બનાવ્યા હતા. દરેક બગીચાને ફરતી વાડ બનાવી હતી. આ વાડ ખેડૂતો બનાવે તેવી કાંટાવાળી ન હતી, કિંતુ વિવિધ વૃક્ષો અને અનેક લતાઓથી સદા લીલીછમ અને સુગંધી રહેતી હતી. ચાર બગીચાઓમાં પણ ચિત્રશાળા વગેરે શાળાઓ બનાવી હતી. એક બગીચામાં ચિત્રશાળા હતી. તેમાં કાષ્ઠની અને માટીની વિવિધ પૂતળીઓ ગોઠવવામાં આવી હતી. પડદા ઉપર વિવિધ નયનરમ્ય ચિત્રો ચિતર્યા હતાં. ભીંતો ઉપર અનેક પ્રકારનું આકર્ષક ચિત્રામણ અને શિલ્પશાસ્ત્ર પ્રમાણે વિવિધ કોતરણીઓ વગેરે હતું. તેમાં જ એક તરફ વિશાળ નૃત્યશાળા હતી. એ નૃત્યશાળામાં દરરોજ મનોરંજન કરે તેવાં વિવિધ નૃત્યો બતાવવામાં આવતાં હતાં. એક તરફ કથાશાળી પણ હતી. તેમાં કથાકારો માણસને જકડી રાખે તેવી કથાઓ કરતા હતા. આ બધું ચિત્રશાળામાં હતું. બીજા બગીચામાં ભોજનશાળા હતી. તેમાં મુસાફરી, યાત્રિકો, ગરીબો, ભિખારીઓ, સંતો વગેરેને સ્વચ્છ અને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવતું હતું. ત્રીજા બગીચામાં ઔષધશાળા હતી. તેમાં સારા સારા વૈદ્યો રાખ્યા હતા. બધી જ દવાઓ ત્યાંજ સારા વૈદ્યોની દેખરેખ નીચે બનાવવામાં આવતી હતી. ચોથા બગીચામાં ધર્મશાળા હતી. ત્યાં યાત્રિકો, મુસાફરો વગેરે ઉતરતા હતા. તેમાં સંડાસ-બાથરૂમ વગેરે સર્વ પ્રકારની સુવિધાઓ હતી.
આવી આકર્ષક વાવડી ધીમે ધીમે પ્રસિદ્ધ બનવા લાગી. સમય જતાં આ વાવડી આખીરાજગૃહી નગરીમાં, આખા મગધ દેશમાં અને પરદેશમાં પ્રસિદ્ધ બની. કોઈ ઔષધ માટે, કોઈ નૃત્ય જોવા માટે, તો કોઈ વાવડી જોવા માટે દૂર દૂરથી ત્યાં આવતા હતા. વગર પૈસે કે નજીવી કિંમતથી આવી અનુકૂળતાઓ અને મોજશોખ મળતા હોય એટલે લોકો વાવડીની અને વાવડી બંધાવનારની પ્રશંસા કરે એ સ્વાભાવિક છે. લોકો
૩૪૨