________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
ગુણસંપન્ન અત્માઓની = જ્ઞાનદિગુણોથી સમૃદ્ધ આચાર્ય વગેરેની નિંદા કરવી એ વધારે લોકવિરુદ્ધ છે. મંદબુદ્ધિવાળા જીવોની સ્વબુદ્ધિ અનુસાર કરવામાં આવતી ધર્મક્રિયા ઉપર હસવું-મશ્કરી કરવી. લોકપૂજ્ય રાજા, મંત્રી, શેઠ, તેમના ગુરુ વગેરેનો તિરસ્કાર કરવો-મશ્કરી વગેરે કરવું, ઘણા લોકો જેની વિરુદ્ધ હોય તેનો સંપર્ક ક૨વો, દેશ-ગામ-કુલ વગેરે પ્રસિદ્ધ (યોગ્ય) આચારોનું ઉલ્લંઘન ક૨વું, વસ્ત્ર વગેરેથી હલકા માણસો કરે તેવી શ૨ી૨ની શોભા કરવી એ લોકવિરુદ્ધ છે. કેટલાક આચાર્યોના મતે દેશ, કાલ, વૈભવ, વય, અવસ્થા આદિને અનુચિત દાન, તપ વગેરે કરીને લોકમાં જાહેરાત કરવી એ પણ લોક વિરુદ્ધ છે. કારણ કે લોક તે રીતે દાનાદિ કરનારનો ઉપહાસ કરે. અહીં લોકમાં જાહેરાત કરવામાં ગંભીરતાનો અભાવ કારણ છે. રાજા આદિ તરફથી સારા માણસોને થયેલી આંપત્તિમાં આનંદ પામવો, સારા માણસોની આપત્તિનો છતી શક્તિએ પ્રતિકાર ન કરવો વગેરે લોક વિરુદ્ધ કાર્યો જાણવાં. (આદિ શબ્દથી પૈશૂન્ય વગેરે સમજવું.)
જેની નિંદા કરવામાં આવે તે લોકનિંદા કરનાર પ્રત્યે વિરોધવાળો બને છે. માટે કોઈની પણ નિંદા લોક વિરુદ્ધ છે. અહીં કોઈની પણ નિંદા લોક વિરુદ્ધ છે એમ કહેવામાં ગુણસંપન્ન આત્માઓની નિંદાનો પણ સમાવેશ થઈ જાય છે, ` છતાં તેનો જુદો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે સામાન્ય જીવોની નિંદા કરતાં ગુણસંપન્ન આત્માઓની નિંદા વિશેષ લોકવિરુદ્ધ છે. ગુણસંપન્નના પક્ષમાં ઘણા લોકો હોય છે. આથી તેની નિંદા કરનાર પ્રત્યે ઘણા લોકો વિરોધવાળા બની જાય છે.
ધર્મક્રિયા કરનારા જીવોમાં મોટા ભાગના લોકો મંદબુદ્ધિવાળા જ હોય છે. તેમના ધાર્મિક આચારો ઉપર ‘આ લોક ધૂર્તોથી ઠગાયા છે,” (એમને કશી ગતાગમ નથી વગેરે કહેવું. જાહેરમાં ભૂલો કહેવી.) વગે૨ે રીતે ઉપહાસ કરવાથી એ લોકો વિરોધવાળા જ બની જાય છે.
પ્રયોજનઃ- જો ધર્મી જીવ લોકવિરુદ્ધ કાર્યો કરે તો લોક તેની વિરુદ્ધ થાય. પરિણામે તેને મુશીબતમાં મુકાવું પડે. ધર્મ કરવામાં મુશીબત ઊભી થાય, મનમાં
૩૫૭