________________
ચૈત્યવદન મહાભાષ્ય
વિશેષાર્થ– -ના એમ વ ની ઉપર જે અનુસ્વાર છે તે નાગ શબ્દનો પ્રથમ અક્ષર જે ન તે ન અક્ષરના દ્વિર્ભાવથી છે. રાસ્પબ્ગ એ સ્થળે
| શબ્દ પછી જે સુ છે તે સબ્મ શબ્દનો પ્રથમ અક્ષર જે , તે મ્ ના દ્વિર્ભાવથી છે. અહીં દ્વિર્ભાવ ન કરવામાં આવે તો છંદનો ભંગ થાય. સિદ્ધ મો. એ શ્લોક શાર્દૂલવિક્રીડિત છંદમાં છે. તે છંદના નિયમ પ્રમાણે બીજો અને બારમો અક્ષર ગુરુ હોવો જોઈએ. ન અને સ નો દ્વિર્ભાવ કરવામાં આવે જ બીજો , અને બારમો અક્ષર ગુરુ થાય. જો બીજો અને બારમો અક્ષર ગુરુ ન હોય તો છંદનો ભંગ થાય. આમ અહીં છંદનો ભંગ ન થાય એટલા માટે ન અને સ એ બેનો દ્વિર્ભાવ કરવામાં આવ્યો છે.
અહીં પ્રશ્ન થાય કે દ્વિર્ભાવ કરવાથી શબ્દના અર્થમાં ફેર ન પડે ? અર્થ. બદલાઈ ન જાય ? આના જવાબમાં અહીં કહ્યું કે પ્રાકૃત વ્યાકરણના બલથી પણ આ દ્વિર્ભાવ કર્યો છે. પ્રાકૃત વ્યાકરણના નિયમ પ્રમાણે દ્વિર્ભાવ કરવા છતાં અર્થમાં ફેર ન પડે. આ નિયમ નીચેની ગાથામાં જણાવે છે. (૬૯૦) * *
भणियं च तत्थ - नीया लोयमभूया, य आणिया दोन्नि बिंदु-दुब्भावा । अत्थं गर्मति तं चिय, जो तेसिं पुव्वमेवासि ॥६९१॥ भणितं च तत्र - नीतौ लोपमभूतौ च आनीतौ द्वौ बिन्दु-द्विर्भावौ । अर्थं गमयतः तमेव यस्तेषां पूर्वमेवाऽऽसीत् ।।६९१।। પ્રાકૃત વ્યાકરણમાં કહ્યું છે કે
રહેલા હોવા છતાં લોપ કરાયેલા અને નહિ રહેલા હોવા છતાં લવાયેલા બિંદુ અને દ્વિર્ભાવ શબ્દોના તે જ અર્થને જણાવે છે, કે જે અર્થ પૂર્વે હતો.
વિશેષાર્થ:– શબ્દની અંદર બિંદુ કે દ્વિર્ભાવ હોય પણ તેનો લોપ કરી દેવામાં આવે, અથવા શબ્દની અંદર બિંદુ કે દ્વિર્ભાવ ન હોય પણ નવા ઉમેરી દેવામાં આવે, તો પૂર્વે (લોપ કર્યા પહેલાં કે ઉમેર્યા પહેલાં) શબ્દનો જે અર્થ થતો હોય તે જ અર્થ થાય.
૨૮૪