________________
ચૈત્યવદન મહાભાષ્ય
અનુવાદ:- જે વચન વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવે છે તે અનુવાદ - વચન છે. જેમકે– દ્વીશમાસા: સંવત્સર: = બારમાસનો એક સંવત્સર=એક વર્ષ થાય. આ વચન વર્ષનું સ્વરૂપ જણાવે છે.
અહીં શિષ્ય કહે છે– “એક પણ નમસ્કાર સંસારથી તારે છે” એ વિધિવાદ છે કે સ્તુતિવાદ છે તે અમે સ્પષ્ટ જાણતા નથી. હવે જો આ વિધિવચન છે તો બીજા અનુષ્ઠાનો નિરર્થક છે. સિદ્ધિના અભિલાષી પુરુષે સદા નમસ્કાર જ કરવો જોઈએ. તે નમસ્કાર પણ બીજો યુક્ત નથી = બીજો ન કરવો જોઈએ, કારણકે એકથી પણ કાર્યસિદ્ધિ થઈ જાય છે. (૭૪૪-૭૪૫)
अह थुइवाओ एसो, थुम्बइ वेयालिएहिँ जह रनो। . . कुंतस्स सत्तपाया-लभेयणे नूण सामत्थं ॥७४६॥ अथ स्तुतिवाद एष स्तूयते वैतालिकैर्यथा राज्ञः । कुन्तस्य सप्तपातालभेदने नूनं सामर्थ्यम् ।।७४६।। अलियवयणं खु एयं, भन्नइ सव्वन्नुणो पुरो कह णु ? । लोए वि पसिद्धमिणं, देवा सत्ता (सच्चा) वि गेज्झ त्ति ॥७४७॥ अलीकवचनं खल्वेतद् भण्यते सर्वज्ञस्य पुरः कथं नु ? । लोकेऽपि प्रसिद्धमिदं देवाः सत्त्वादपि ? (सत्यादपि) ग्राह्या इति ।।७४७।।
હવે જો આ સ્તુતિવાદ છે તો આ વચન અસત્ય છે. જેમકે– વૈતાલિકો રાજાની સ્તુતિ કરતાં કહે કે” રાજાના ભાલામાં ખરેખર ! સાત પાતાલને ભેદવાનું સામર્થ્ય છે.” આ વચન અસત્ય છે. જેમ આ વચન અસત્ય છે તેમ “એક પણ નમસ્કાર સંસારથી તારે છે” એ વચન પણ અસત્ય છે. સર્વજ્ઞની આગળ અસત્ય કેમ બોલાય ? લોકમાં પણ આ પ્રસિદ્ધ છે કે– સત્યથી જ દેવોનો સ્વીકાર કરવો જોઈએ, અર્થાત જે દેવ ગુણસંપન્ન હોવાના કારણે સાચા હોય તેને જ દેવ તરીકે માનવા જોઈએ અને તે દેવમાં જે ગુણો હોય તે જ ગુણો કહેવા જોઈએ, જે ગુણો ન હોય તે ન કહેવા જોઈએ.
૩૦૪