________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
जिणवंदणावसाणे, जिणगिहवासीण देव-देवीणं । संबोहणत्थमहुणा, काउस्सग्गं कुणइ एवं ॥७७५॥ जिनवन्दनावसाने जिनगृहवासिनां देव-देवीनाम् । संबोधनार्थमधुना कायोत्सर्ग करोत्येवम् ।। ७७५।।
દેવવંદનના અંતે જિનમંદિરમાં રહેલા દેવ-દેવીઓના સંબોધન માટે (જાગ્રત કરવા માટે) આ પ્રમાણે કાયોત્સર્ગ કરે છે.
' વિશેષાર્થ – લલિત વિસ્તરા વગેરે ગ્રંથોમાં “વૈયાવચ્ચગરાણ” સૂત્ર, બોલવાનો હેતુ આ પ્રમાણે જણાવ્યો છે– ઉરિતેષુપયોપાર્જીમેતિિત જ્ઞાનાર્થ પત્તિ વૈચાવીરાઇi .......ચૈત્યવંદન ઉચિતમાં ઉપયોગના (= પ્રણિધાનના) ફલવાળું છે, અર્થાત્ ચૈત્યવંદન કરનારે ઉચિતમાં ઉપયોગ (= પ્રણિધાન) કરવો જોઈએ, એ જણાવવા માટે વૈયાવચ્ચગરાણં સૂત્ર બોલે.
જેવી રીતે નમુત્થણ વગેરે સૂત્રો દ્વારા અરિહંત વગેરે ઉચિતમાં (= યોગ્યમાં) ઉપયોગ થાય છે તેવી રીતે વૈયાવચ્ચગરાણે સૂત્ર દ્વારા ઉચિત (= યોગ્ય) એવા વૈયાવચ્ચ કરનારા દેવોમાં ઉપયોગ થાય છે.
તાત્પર્ય - ધર્મી જીવે સદા ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રસ્તુતમાં અરિહંત આદિને વંદનાદિ કર્યા પછી વૈયાવૃત્યેકર દેવોનું સ્મરણ કરવું એ ઉચિત છે, સ્મરણ ન કરવું એ અનુચિત છે. આથી ઉચિત કરવા માટે તૈયાવસૂત્ર બોલીને કાયોત્સર્ગ કરવો જરૂરી છે.
જેમ અરિહંત આદિના ઉપયોગથી (= પ્રણિધાનથી) શુભભાવો પ્રગટે છે. તેમ વૈયાવૃજ્યકર દેવોના ઉપયોગથી (= પ્રણિધાનથી) પણ શુભ ભાવો પ્રગટે છે. (૭૭૫).
वेयावच्चगराणं संतिगराणं सम्मद्दिट्ठि-समाहिगराणं करेमि काउस्सग्गं अन्नत्थूससिएणं इत्यादि सूत्रम् ।। વેચવષ્ય નિષિદ-રાઈ-પરિક્વાનિષ્યિ संती पडणीयकओ-वसग्गविनिवारणं भवणे ॥७७६॥
૩૧૪