________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
હૃદયમાં વિષાદ કરે છે. જ્યાં સુધી આ શાસનમાલિન્ય દૂર નહિ થાય ત્યાં સુધી હું ચોક્કસ કાયોત્સર્ગ નહિ પારું એમ સંધ્યા સમયે વિચારીને, જિનેશ્વરની પૂજા કરીને, શાસનદેવીનું ધ્યાન કરીને, તે એકાંતમાં કાયોત્સર્ગમાં રહી. એકાગ્ર ચિત્તવાળી તે કાયોત્સર્ગમાં રહી તે જ ક્ષણે શાસનદેવીએ પ્રગટ થઈને તેને અત્યંત સ્પષ્ટ કહ્યું કે હે પુત્રી ! જેમ તપથી પ્રેરાઈને દેવો આવે તેમ હું તારા સત્ત્વથી પ્રેરાઈને આવી છું. જલદી કહે, જેથી હું તારું વાંછિત કરું. આનંદ પામેલી સુભદ્રાએ કાયોત્સર્ગ પારીને શાસનદેવીને નમીને કહ્યુંઃ શાસનને લાગેલાં
આ કલંકને દૂર કરો. શાસનદેવીએ સુભદ્રાને ફરી કહ્યું: હે વત્સે ! ખેદ ન કરે. સવારે તારી શુદ્ધિ કરવા સાથે ધર્મપ્રભાવના કરીશ. સુભદ્રાને આ પ્રમાણે કહીનેં શાસનદેવી અદૃશ્ય થઈ ગઈ. સુભદ્રાએ શેષ રાત ધર્મમાં જ ચિત્ત રાખીને પૈસાર કરી.
સવાર થતાં દ્વારપાલો નગરના દરવાજાઓને જોરથી ખેંચીને ઉઘાડવા લાગ્યા તો પણ કોઈ પણ રીતે દરવાજા ઉઘડ્યા નહિ. આથી આક્રંદન કરતા પશુ અને સઘળાય નગરજનો વ્યગ્ર બની ગયા. વ્યાકુલ ચિત્તવાળા રાજાએ આ કાર્ય દેવે કરેલું છે એમ માન્યું. પવિત્ર થઈને, ધોયેલાં વસ્ત્રો પહે૨ીને, બીજા પાસે ધૂપ ધારણ કરાવીને અને અંજલિ જોડીને રાજા બોલ્યો. હે દેવો અને દાનવો ! અહીં જે કોઈ કુપિત થયા હોય તે જલદી મારા ઉપર પ્રસન્ન થાઓ. રાજાએ આ પ્રમાણે કહ્યું એટલે આકાશમાં સ્પષ્ટ વાણી પ્રગટ થઈ. તે આ પ્રમાણે— જો તમારે જલદી દરવાજા ઉઘાડવા હોય તો કોઈ મહાસતી (કાચા) સૂતરના તાંતણાથી બાંધેલી ચાલણીથી કૂવામાં પાણી કાઢે, અને તે પાણી નગરના દરવાજાઓને ત્રણ અંજલિઓથી છાંટે.” આ સાંભળીને નગરની સ્ત્રીઓ તે જ વખતે તૈયાર થઈ ગઈ. બ્રાહ્મણી, ક્ષત્રિયાણી, વણિકસ્ત્રી અને શૂદ્રસ્ત્રી એવી કોઈ ન હતી કે જે ચાલણીથી પાણી કાઢતી વિલખી ન બની હોય. કોઈ સ્ત્રી સૂતરથી બાંધતી વખતે, કોઈ સ્ત્રી ચાલણીમાંથી પાણી નીકળી ગયું ત્યારે, કોઈ સ્ત્રી ચાલણીને કૂવામાં નાખતી હતી ત્યારે ફજેત થઈ. હવે વિનયવતી સુભદ્રાએ સાસુને મધુરતાથી કહ્યું: હે માતા ! જો આપ કહો તો હમણાં હું પણ પોતાને જોઉં. સાસુએ ઉપહાસપૂર્વક
૩૧૮