________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
છે. અર્થાત્ વૈયાવચ્ચકારી શાન્તિકારી.... વગેરેને સ્વસંબંધી કાયોત્સર્ગ થઈ રહ્યાની ખબર ન પડતી હોય, તો પણ કાયોત્સર્ગથી કાયોત્સર્ગના કર્તાને વિપ્નશમન-પુણ્યબંધાદિ શુભ પ્રાપ્ત થાય છે.
આ શુભ સિદ્ધ થવામાં પ્રમાણ તરીકે આ “વૈયાવચ્ચગરાણ કરેમિ કાઉસ્સગ્ગ' એ કાયોત્સર્ગ-પ્રવર્તક વચન જ છે. આપ્ત પુરુષનું વચન નિરર્થક હોય નહિ. વચન જો છે તો એ વચન વૈયાવચ્ચ કરનારના નિમિત્તે કાયોત્સર્ગ કરવાનું કહેતું હોવાથી કરનારને એ ક્રિયા ફલ લાવનારી હોવી જ જોઈએ.
અભિચાર પ્રયોગનું દષ્ટાન્ત
કાયોત્સર્ગ કરનારને શુભ તરીકે વિક્નોપશમ યાને અંતરાય કર્મનો ક્ષયોપશમ અને પુણ્યબન્ધ વગેરે પ્રાપ્ત થાય છે. આ ફળ પ્રમાણ- પ્રતિષ્ઠિત નથી એમ નહિ, કેમકે અભિચાર પ્રયોગ આદિમાં, જેવા કે કોઈને થોભાવીથંભાવી કે મોહ પમાડી નાખવાના મંત્રતંત્ર પ્રયોગમાં, એમ બનતું દેખાય છે. એમ શાન્તિક-પૌષ્ટિકાદિ શુભ ફળવાળા કર્મમાં પણ એવું બનતું દેખાય છે. ત્યાં જેને ઉદ્દેશીને એ પ્રયોગ કરવામાં આવે છે અને આ પ્રયોગની કશી ખબર નથી. પરંતુ સચોટ તેમ જ બને. એટલે કે એ વ્યક્તિ થોભી જાય, થંભી જાય, મોહ પામી આકર્ષાઈ જાય, યા શાન્ત થઈ જાય, કે અનુકૂળ બની જાય. એવી ચોક્કસ પ્રકારની મંત્ર-તંત્રાદિની સાધના બતાવનાર આપ્ત પુરુષની કથનના અનુસારે બરાબર એ સાધના કરવામાં આવે છે, તો એની અસર પેલી ખબર વિનાની વ્યક્તિ પર પડે છે. એ થોભણ, થંભણ, મોહન, કે શાંતિપુષ્ટિ વગેરે પામી જાય છે. (કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્ર સૂરિજી મહારાજે મંત્રપ્રયોગ કર્યો અને કેટકેશ્વરી દેવીને થોભી જવું પડ્યું. માનદેવસૂરિજીએ રચેલ મંત્રગર્ભિત લઘુશાન્તિસ્તવ શ્રી સંઘે ભણવાનું કર્યું ને ઉપદ્રવ કરનાર દેવતાને શાંત થઈ જવું પડ્યું.) આમાં પ્રયોગકર્તાને જનમતું તેવું કર્મ યા અંતરાયય કારણભૂત
અહીં કાયોત્સર્ગકર્તાને ફળ થવા અંગે અનુમાન આ પ્રમાણે થઈ શકે--જે આપ્ત પુરુષના કથનના અનુસાર મંત્રતંત્રાદિ કર્મ કરાય છે, તે
૩૨૬