________________
ચૈત્યવર્દન મહાભાષ્ય
पूर्वपुरुषाणां मार्गे व्रजन् नैव भ्रश्यात सुमार्गात् । प्राप्नोति भावशुद्धिं मुच्यते मिथ्याविकल्पैः ।।७८७।।
પૂર્વ પુરુષોના માર્ગે જતો સાધક સુમાર્ગથી ભ્રષ્ટ થતો નથી જ, ખોટા વિકલ્પોથી મૂકાય છે, અને ભાવશુદ્ધિને પામે છે.
વિશેષાર્થ – શાસનદેવના કાયોત્સર્ગ વિષે લલિતવિસ્તરા ગ્રંથમાં જણાવેલી વિશેષ વિગત આ પ્રમાણે છે-(«૦-) નવરષ વૈયાવૃજ્યરાજા તથા तद्भाववृद्धरित्युक्तप्रायं, तदपरिज्ञानेऽप्यस्मात् तच्छुभसिद्धाविदमेव वचनं ज्ञापकम्। न चासिद्धमेतत्, अभिचारकादौ तथेक्षणात् । सदौचित्त्यप्रवृत्त्या सर्वत्र प्रवर्तितव्यमित्यैदम्पर्यमस्य । तदेतत सफलयोगबीजम् । वन्दनादिप्रत्ययमित्यादि न पठ्यते अपि त्वन्यत्रोच्छ्वसितेनेत्यादि, तेषामविरतत्वात्, सामान्यप्रवृत्तेरित्थमेवोपकारदर्शनात्, वचनप्रामाण्यादिति व्याख्यातं सिद्धेभ्य इत्यादिसूत्रम् । .
અર્થ– કિંતુ આ વૈયાવચ્ચ કરનારની વૈયાવચ્ચભાવની વૃદ્ધિ આ રીતે થાય છે. એ (સત્રથી જ) કહેવાયા જેવું છે. વૈયાવચ્ચકારી જીવોને સ્વસંબંધી કાયોત્સર્ગ થયાનું જાણમાં ન હોય તો પણ આ કાયોત્સર્ગથી કાયોત્સર્ગ કરનારને વિજ્ઞોપશમ અને પુણ્યબંધાદિ શુભ સિદ્ધ થાય. એમાં જ્ઞાપક આ (કાયોત્સર્ગ પ્રવર્તક) સૂત્ર જ છે; અને એ પ્રમાણસિદ્ધ નથી એમ નહિ; કેમ કે (થોભણસ્તંભનાદિ) અભિચાર પ્રયોગમાં (મંત્રતંત્રાદિ કર્મમાં) તેવું (જને ઉદ્દેશીને એ કર્મ કર્યું હોય એની અજાણતા છતાં કરનારની ઈષ્ટ સિદ્ધિ થવાનું) દેખાય છે. સર્વ વિષયોમાં સદા ઔચિત્ય-પ્રવૃત્તિથી પ્રવર્તવું જોઈએ, એ આ સૂત્રકાયોત્સર્ગ)નું તાત્પર્ય છે. એટલા માટે એ સમસ્ત યોગનું બીજ છે. ‘વંદણવત્તિયાએ” એ (અહીં) નથી બોલવામાં આવતું, કિન્તુ “અન્નત્ય સસિએણે’ વગેરે બોલાય છે; કેમકે એ (વૈયાવચ્ચ કારી) અવિરતિવાળા છે. સામાન્ય પ્રવૃત્તિથી એ જ રીતે ઉપકાર થવાનું દેખાય છે. એનું કારણ વચન પ્રમાણ છે. આ પ્રમાણે “સિદ્ધાણં' વગેરે સૂત્રની વ્યાખ્યા થઈ.
વિવેચનવૈયાવચ્ચકર અર્થે કાયોત્સર્ગથી કોને લાભ ?
૩૨૪