________________
ચિત્યવર્દન મહાભાષ્ય
અંના ઉદ્ભૂ ત વિષયનું જ્ઞાન ન હોય છતાં કર્મકર્તાને ઈષ્ટ ફળ સાધી આપનારું બને છે. જેમકે, થોભણ-સ્તંભનાદિ કર્મ; એમજ આ વૈયાવચ્ચકારીને ઉદ્દેશીને કરાતી કાયોત્સર્ગ ક્રિયા છે, તો એ કાયોત્સર્ગ-કર્તાને ફળ કેમ ન પેદા કરે ? એ ફળ અંતરાય-નાશ અને પુણ્યબંધ આદિ છે. '
પ્રશ્ન – ભલે એ અંતરાયનાશ આદિ ફળ કાયોત્સર્ગકર્તાને મળો, પણ તેથી જેને ઉદ્દેશીને એ કાયોત્સર્ગ કરાય છે, એ વૈયાવચ્ચકારીને શું આવ્યું?
ઉત્તરઃ— જેવી રીતે થોભણ-સ્તંભનાદિ કે શાંતિક-પૌષ્ટિક શુભ કર્મમાં કર્મ કરનારને તેવા પ્રકારનો કોઈ પુણ્યબંધ અને વિપ્નશમન (અંતરાય-ક્ષય) થાય અને એની અસરથી સામાને થોભાવા-આકર્ષાયાનું બને; એવી રીતે પ્રસ્તુતમાં કાયોત્સર્ગકર્તાને ઉત્પન્ન થયેલ અંતરાયક્ષય અને પુણ્યની અસરથી વૈયાવચ્ચકારીને વૈયાવચ્ચનો ઉત્સાહ વધે. દેખાય છે કે કોઈને યશનામકર્મઆદેયનામકર્મનો ઉદય થાય ત્યારે લોકો પર એની અસર પડી જવાથી એ એનો યશ ગાતા અને એનું વચન ઝીલતા થઈ જાય છે. એમ તેવા તેવા અંતરાયકર્મનો નાશ થતાં ઈષ્ટવસ્તુ સહજ રીતે અનુકૂળ બની આવે છે. બસ, એ જ રીતે પ્રસ્તુતમાં વૈયાવચ્ચકારીનો વૈયાવચ્ચઉત્સાહ, કાયોત્સર્ગકર્તાના અંતરાયક્ષય-પુણ્યોદયપ્રભાવે, જાગવા-વધવાનું અને એમાં આશ્ચર્ય નથી. '. ભાવથી બીજા પર સીધી અસર ખરી ? . (આ પરથી એમ સૂચિત થાય છે કે કાયોત્સર્ગ કરનારના શુભ ભાવની અસર સીધી વૈયાવચ્ચકારી ઉપર પડી કાર્ય કરાવવાને બદલે અસર પોતાના ઉપર પડી અંતરાયક્ષય-પુણ્યબંધાદિ ઉત્પન્ન કરે છે, અને તે અંતરાયક્ષયપુણ્યબંધાદિ વૈયાવચ્ચકારીમાં કાર્ય કરાવે છે. આ વસ્તુ શાન્તિક-પૌષ્ટિકકાર્ય, પ્રાર્થના વગેરેમાં પણ બને છે. આ વાત યુક્તિગમ્ય પણ લાગે છે; નહિતર જો ભાવની બીજા પર સીધી અસર હોય તો તો ક્ષપકશ્રેણિ માંડનારના શુક્લધ્યાનનો ભાવ તો એટલો બધો પ્રબળ હોય છે કે શાસ્ત્ર કહે છે કે જો બીજા આત્માના કર્મનું આ આત્મામાં સંક્રમણ થઈ શકતું હોત તો એ કર્મને પણ બાળી નાખત, તો પછી એટલા બધા ઉત્કૃષ્ટ શુભ ભાવની અસર સીધી
૩૨૭