________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
पर्याप्तिभावमुपागत्य प्रयुक्तावधिः पूर्वभवानुभूतमवगम्य वन्दनार्थमागतः। स चायं मत्पुरोवर्ती देव इति । ततो भगवदभिहितमिदमनुश्रुत्य समस्तः स समवसरणधरणीगतो जनः परमविस्मयमगमत् । यथा - "अहो पूजाप्रणिधानमात्रेऽपि कथममरतामवाप्तासाविति” । ततो भगवान् गम्भीरां धर्मकथामकथयत् यथा-“स्तोकोऽपि शुभाध्यवसायो विशिष्टगुणपात्रविषयो महाफलो भवति । यतः- एगं पि उदगबिंदु गाहा, उत्तमगुण गाहा,” । ततो भगवांस्तत्संबन्धिनं भाविभवव्यतिकरमकथयत् । यथा- 'अयं दुर्गतनारीजीवो देवसुखान्यनुभूय ततश्च्युतः सन् कनकध्वजो नाम नृपो भविष्यति, स च कदाचित् प्राज्यं राज्यसुखमनुभवन् मण्डूक सपेण सर्प कुररेण कुररमजगरेण तमपि महाहिना ग्रस्यमानमवलोक्य भावयिष्यति- यथा—“एते मंडूकादयः परस्परं ग्रसमाना महाहेर्मुखमवशाद्विशन्ति, एवमेतेऽपि जना बलवन्तो दुर्बलान् यथाबलं बाधयन्तो यमराजमुखं विशन्ति” इति भावयंश्च प्रत्येकबुद्धो भविष्यति । तंतो राज्यसंपदमवधूय श्रमणत्वमुपगम्य देवत्वमवाप्स्यति । एवं भवपरंपरयाऽयोध्याया नगर्याः शक्रावतारनाम्नि चैत्ये केवलश्रियमवाप्य सेत्स्यति । इति गाथार्थः ।। (पञ्चाशक - ४/४९)
શાસ્ત્રમાં સંભળાય છે કે- એક દરિદ્ર વૃદ્ધસ્ત્રી સિંદુવારના પુષ્પોથી જગનૂરુની પૂજા કરવાના શુભધ્યાનથી દેવલોકમાં ઉત્પન્ન થઈ.
• વિશેષાર્થ – સિંદુવાર વૃક્ષવિશેષ છે. અથવા સિંદુવાર એટલે નગોડનું વૃક્ષ. દરિદ્ર વૃદ્ધ સ્ત્રીનો વૃત્તાંત પંચાલકની ટીકાના આધારે સંક્ષેપમાં આ प्रभारी - * ભગવાન મહાવીરસ્વામી પ્રથ્વીતલને પાવન કરતાં કરતાં એક વખત કાકંદી નગરીમાં પધાર્યા. ધર્મદેશના માટે દેવોએ ભક્તિથી સમવસરણની રચના કરી. ભગવાનની ધર્મદેશના સાંભળવા અને વંદન-પૂજન કરવા માટે રાજા વગેરે નગરના લોકો આવવા લાગ્યા. ભગવાનની પૂજા માટે લોકોના હાથમાં ગંધ, ધૂપ, પુષ્પ વગેરે પૂજાની સામગ્રી હતી. આ વખતે એક વૃદ્ધા પાણી માટે બહાર જઈ રહી હતી. નગરના ઘણા લોકોને ઉતાવળે ઉતાવળે એકે દિશા તરફ જતા જોઈને વૃદ્ધાએ એક ભાઈને પુછ્યું: લોકો આમ ઉતાવળે ઉતાવળે ક્યાં જાય છે ? તે ભાઈએ કહ્યું કે ભગવાન મહાવીર સ્વામીના વંદન-પૂજન માટે જાય
૩૩૯