________________
ચૈત્યવદન મહાભાષ્ય
હું એકતંભવાળો પ્રાસાદ કરી આપીશ, વળી તેની ફરતું સર્વ ઋતુઓથી મંડિત તથા સર્વ વનસ્પતિથી શોભિત નંદનવનની જેવું એક ઉદ્યાન પણ કરી આપીશ.” આ પ્રમાણે તે વ્યંતરના કહેવાથી અભયકુમારે પેલા સુથારને વનમાંથી તરત બોલાવી લીધો અને પોતાનું વાંછિત સિદ્ધ થયું. એમ કહ્યું. પછી વ્યંતરે પોતાની કબુલાત પ્રમાણે એકતંભવાળો મહેલ અને ઉઘાન કરી આપ્યું. “વાણીથી બંધાયેલા દેવતાઓસેવકોથી પણ અધિક છે.” સર્વ ઋતુઓના વનથી મંડિત તે એકતંભી પ્રાસાદ અભયકુમારે શ્રેણિક રાજાને બતાવ્યો. રાજાએ પ્રસન્નથઈને કહ્યું કે-વત્સ!મને માત્ર એકતંભવાળા મહેલની ઈચ્છા હતી, તેમાં આ સર્વ ઋતુવાળુ વન થયું, તે તો દૂધનું પાન કરતાં તેમાં સાકર પડવાજેવું થયું. પછી મગધપતિએચેલણાને તેપ્રાસાદમાં રાખી, જેથી લક્ષ્મીદેવી વડે પદ્મદ્રહની જેમ તે પ્રાસાદ તેનાથી અલંકૃત થઈ ગયો. ત્યાં રહી સતી ચેલ્લણા સર્વ ઋતુનાપુષ્પોની માળાઓ પોતાને હાથે ગુંથીને સર્વજ્ઞપ્રભુની પૂજા કરવાલાગી. (૭૮૩)
संघुस्सग्गा पायं, वड्डइ सामत्थमिह सुराणं पि । जह सीमंधरमूले, गमणे माहिलविवायम्मि ॥७८४॥ संघोत्सर्गात् प्रायो.वर्धते सामर्थ्यमिह सुराणामपि । યથા સીમંધરમૂળે મને માહિત્નવિવારે II૭૮૪//
શાસનદેવને ઉદ્દેશીને સંઘે કરેલા કાયોત્સર્ગથી શાસનદેવોનું પણ સામર્થ્ય વધે છે. જેમકે- ગોષ્ઠામાહિલના વિવાદમાં શ્રી સીમંધર સ્વામી પાસે જવામાં સંઘે કાયોત્સર્ગ કર્યો હતો, અને એથી શાસનદેવીની શક્તિ વધી હતી.
' વિશેષાર્થ – ગોષ્ઠામાલિના વિવાદની વિગત સંક્ષેપમાં આ પ્રમાણે છેગોષ્ઠોમાહિલ માનતો હતો કે (૧) જીવ-કર્મનો સંબંધ ક્ષીર-નીરવત્ નહિ, કિંતુ સર્પકંચુકવત્ છે, તથા (૨) “જાવજીવાએ” એમ સપરિમાણ પચ્ચક્માણ કરવા યોગ્ય નથી, કિંતુ અપરિમાણ પચ્ચક્કાણ કરવું જોઈએ. પુષ્પમિત્ર આચાર્ય સર્પ-કંચુકવતું જીવ-કર્મનો સંબંધ અને અપરિમાણ પચ્ચક્કાણ શાસ્ત્રથી અને યુક્તિથી વિરુદ્ધ છે એમ.ગોષ્ઠામાહિલને સમજાવ્યું. છતાં ગોષ્ઠામાહિલે તે કબુલ ન કર્યું, ત્યારે તેને બીજા ગચ્છના બહુશ્રુતસ્થવિરોની પાસે લઈ ગયા. સ્થવિરોએ આચાર્યનું કથન સત્ય કહ્યું,
૩૨૧