________________
ચૈત્યવદન મહાભાષ્ય
શીલમાહાભ્યનું સૂચન કરતો ઉત્તર દિશાનો દરવાજો ચંપાનગરીમાં આજે પણ બંધ પડેલો છે. પૃથ્વીતલમાં સુભદ્રાનો આ શીલરૂપી દીપક અપૂર્વ છે. તે દીપક શત્રુરૂપી પાણીના પૂરના સંસર્ગથી વધારે પ્રદીપ્ત બન્યો. જાણે ત્રણ વર્ગની સિદ્ધિ પોતાના હાથમાં રહેલી છે એમ બતાવતી હોય તેમ સુભદ્રા સતી નગરીના ત્રણ દરવાજા ઉઘાડ્યા. ચંપારીના લોકો જેના અનેક ગુણો ગાઈ રહ્યા છે એવી સુભદ્રાએ નગરજનો અને રાજાની સાથે ચૈત્યપરિપાટી કરી. પછી રાજાએ સુભદ્રાને ઉત્સવપૂર્વક ઘરે મોકલી. સુભદ્રાએ બધાની સમક્ષ જૈનધર્મનો ઉપદેશ આપ્યો. રાજા જૈનધર્મને સ્વીકારીને અને સુભદ્રાની પ્રશંસા કરીને પોતાના મહેલમાં ગયો. આશ્ચર્યયુક્ત બનેલા બધા લોકો પોતપોતાના ઘરે ગયા. પશ્ચાત્તાપ કરતા કુટુંબે પણ તેનું સન્માન કર્યું.
અભયકુમારનોવૃત્તાંતસંક્ષેપમાં આ પ્રમાણે છે–એકવખત શ્રેણિક રાજાએ વિચાર કર્યો કેચલ્લણાદેવીમને સર્વસ્ત્રીઓ કરતાં વધારે પ્રિય છે, તો બીજી રાણીઓથી તેણી ઉપર વિશેષ પ્રસાદ શો કરવો? તેણીને માટે હું એકતંભવાળો પ્રાસાદ કરાવું કે જેમાં રહીને વિમાનમાં રહેલી ખેચરીની જેમ તે સ્વેચ્છાએ ક્રીડા કરે.”આવો નિશ્ચય કરીને શ્રેણિકે અભયકુમારને આજ્ઞા કરી કે, “હે વત્સ!ચલણાદેવીને માટે એકતંભનો પ્રાસાદ કરાવ.” અભયકુમારે તરત જ તેવા સ્તંભને યોગ્ય કાષ્ઠ લાવવાનું સૂત્રધારને આજ્ઞા કરી, એટલે સુથાર તેવા કાષ્ઠને માટે અરણ્યમાં ગયો. અટવીમાં પ્રત્યેક વૃક્ષો જોતાં જોતાં સર્વ લક્ષણવાળું એક વૃક્ષ તેના જોવામાં આવ્યું. તેણે વિચાર્યું કે, “ઘાટી છાયાવાળું,આકાશસુધી ઉંચું,ઘણા પુષ્પ ફળવાળું. મોટી શાખાવાળું અને મોટાથડવાળું આ વૃક્ષ સામાન્ય જણાતું નથી. જેવું તેવું પણ સ્થાન દેવતા વગરનું હોતું નથી, તો આ વૃક્ષરાજ તો તેની શોભા વડે પ્રગટ દેવાધિષ્ઠિત જણાય છે. માટે પ્રથમ આ વૃક્ષના અધિષ્ઠાયક દેવતાને તપસ્યાથી આરાધું કે જેથી તેને છેદતાં મને કે મારા સ્વામીને વિપ્નનથાય. પછી સુથારભક્તિપૂર્વક ઉપવાસ કરી ગંધ, ધૂપ,માલ્યવિગેરે વસ્તુઓથી તે વૃક્ષને અધિવાસિત કર્યું. તે સમયે તે વૃક્ષને આશ્રિત થઈને રહેલા વ્યંતરે પોતાના આશ્રયની રક્ષાને માટે અને તેમના અર્થની સિદ્ધિને માટે અભયકુમારની પાસે આવીને કહ્યું કે, “તું મારા આશ્રયરૂપવૃક્ષને છેદાવીશ નહીં, આસુથારને તે કામ કરતાં નિવાર,
૩૨૦