________________
ચૈત્યવદન મહાભાષ્ય
રૂસ્થી-પુર-નસ-WI-ડા તદ સમમિત્રી જા तग्गहणत्थं भणियं, नमो सया सव्वसिद्धाणं ॥७३१॥ સ્ત્રી-પુરુષ-નjan-I-Sને તથા સમપિત્રાણા तद्ग्रहणार्थं भणितं नमः सदा सर्वसिद्धेभ्यः ।।७३१।। કહ્યું છે કે
સિદ્ધો અનેક ભેદવાળા છે. તે આ પ્રમાણે– તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, તીર્થંકરસિદ્ધ, અતીર્થંકરસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, બુદ્ધબોધિતસિદ્ધ, સ્વલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, ગૃહલિંગસિદ્ધ, સ્ત્રીલિંગસિંદ્ધ, પુરુષલિંગસિદ્ધ, નપુંસકલિંગસિદ્ધ, એકસિદ્ધ, અનેકસિદ્ધ એમ પંદર પ્રકારના સિદ્ધો છે. તેથી સમયભિન્ન સિદ્ધો છે. આ બધા સિદ્ધોનું ગ્રહણ કરવા માટે સર્વસિદ્ધોને સદા નમસ્કાર કરું છું એમ કહ્યું છે.
' વિશેષાર્થ – સમયભિન્ન સિદ્ધો એટલે જુદા જુદા સમયે સિદ્ધ થયેલા સિદ્ધો. તે આ પ્રમાણે– ઉત્સર્પિણીકાળમાં સિદ્ધ થયેલા, અવસર્પિણી કાળમાં સિદ્ધ થયેલા, ત્રીજા આરામાં સિદ્ધ થયેલા, ચોથા આરામાં સિદ્ધ થયેલા, વિવક્ષિત કોઈ એક સમયે સિદ્ધ થયેલા, ત્યાર પછીના સમયે સિદ્ધ થયેલા, ત્યાર પછીના સમયે સિદ્ધ થયેલા એમ અનેક રીતે સમયભિન્ન સિદ્ધો છે. (૭૩૦-૭૩૧)
सामन्त्रेण जिणाई, वंदित्ता वंदई विसेसेण। . आसन्नुवयारित्ता, वीरं वटुंततित्थयरं ॥७३२॥ .. सामान्येन जिनादीन् वन्दित्वा वन्दते विशेषेण । आसन्नोपकारित्वाद् वीरं वर्तमानतीर्थकरम् ।।७३२।।
સામાન્યથી જિન વગેરેને વંદન કરીને હવે નજીકના ઉપકારી હોવાથી વર્તમાન તીર્થને કરનારા વીરભગવાનને વિશેષથી વંદન કરે છે. (૭૩૨) .
નો વાળ વ ાહી, સૂત્રમ્ II
૨૯૮