________________
ચૈત્યવદન મહાભાષ્ય
ટીકાભાવાર્થ–જિનભક્તિથી કર્મક્ષય થાય છે. કર્મક્ષયથી સર્વ કલ્યાણોની પ્રાપ્તિ થાય છે. સમાધિમરણ આરોગ્યસાધક બોધિલાભનું કારણ છે. કારણ કે સમાધિમરણની પ્રાપ્તિ થતાં આરોગ્યસાધક બોધિલાભની પ્રાપ્તિ અવશ્ય થાય છે. માટે અહીં સમાધિમરણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (૬૩૫)
"चंदेसु निम्मलयरा” सूत्रम् ।। पूर्णमूलम् - चंदेसु निम्मलयरा आइच्चेसु अहिअं पयासयरा। . सागरवरगंभीरा सिद्धा सिद्धिं मम दिसंतु ॥७॥ . सत्तमियाबहुवयणं, नेयं इह पञ्चमीऍ अत्थम्मि। चंदेहितो वि तओ, नायव्वा निम्मलतरा ते ॥६३६॥ सप्तमिकाबहुवचनं ज्ञेयमिह पञ्चम्या अर्थे । चन्द्रेभ्योऽपि ततो ज्ञातव्या निर्मलतरास्ते ।।६३६।। ४वे चंदेसु निम्मलयरा. मे ॥थासूत्रनो अर्थ डे छ -
અહીં સપ્તમીબહુવચન પાંચમી વિભક્તિના અર્થમાં જાણવું. તેથી અર્થ આ પ્રમાણે થાય– જિનવરો ચંદ્રોથી પણ અધિક નિર્મલ જાણવા. (૬૩૬)
आइच्चा दिवसयरा, तेहितो वि अहियं पयासयरा । लोआलोउज्जोयगकेवलनाणप्पगासेण ॥६३७॥ आदित्या दिवसकराः तेभ्योऽप्यधिकं प्रकाशकराः । लोकालोकोद्योतककेवलज्ञानप्रकाशेन ।।६३७।।
આદિત્ય એટલે સૂર્ય. જિનવરો લોકાલોકમાં અજવાળું કરનાર કેવળજ્ઞાનના પ્રકાશથી સૂર્યો કરતાં પણ અધિક પ્રકાશ કરનારા છે. (૬૩૭)
सागरवरो समुद्दो, सयंभुरमणो तओ वि गंभीरा । सिद्ध त्ति निट्ठियट्ठा, सिद्धिं मुत्तिं मम दिसंतु ॥६३८॥